Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > પાણીપૂરી ખાતાં-ખાતાં એમાંથી હાડકું નીકળ્યું

પાણીપૂરી ખાતાં-ખાતાં એમાંથી હાડકું નીકળ્યું

Published : 18 May, 2026 12:20 PM | IST | Ahmedabad
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

દુકાનકારે એ હાડકું છે એ માનવાનો ઇનકાર કરી દીધો

તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા

અજબ ગજબ

તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા


અમદાવાદમાં રાણીપના બસ-સ્ટૉપ પાસે લાગતી કૃષ્ણા ભેલપકોડી નામની લારી પર એક મહિલા પાણીપૂરી ખાવા પહોંચી હતી. સાંજે સાડાછ વાગ્યાના અરસામાં તે પરિવાર સાથે પાણીપૂરી ખાવા ગઈ હતી. આ મહિલાનું કહેવું છે કે તેણે પહેલી પાણીપૂરી ખાધી તો એમાંથી વાળ નીકળ્યો. વાળ જોઈને તેને ચીતરી તો ચડી પણ તેણે એનો કોઈ હોબાળો મચાવ્યો નહીં અને પાણીપૂરી ખાવાનું ચાલુ રાખ્યું. જ્યારે તેણે છેલ્લી પાણીપૂરી ખાધી તો અંદરથી કડક ચીજ દાંત સાથે ટકરાઈ. મોંમાંથી કાઢીને જોયું તો એ હાડકાનો ટુકડો હોય એવું લાગ્યું. દુકાનકારે એ હાડકું છે એ માનવાનો ઇનકાર કરી દીધો. તેનું કહેવું હતું કે એ તો લાકડીનો ટુકડો છે. આસપાસમાં મોજૂદ લોકોએ પણ આ હાડકાનો જ ટુકડો હોવાનું જણાવ્યું હતું. લાકડું હોય તો ચપ્પુથી સહેજ તો કપાય, પણ એવું ન થયું. સ્થાનિકોએ એ પછી પાણીપૂરીના સ્ટૉલ સામે ફરિયાદ કરી હતી. 


Whatsapp-channel Whatsapp-channel

18 May, 2026 12:20 PM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK