બિનજરૂરી હૉર્ન વગાડવાને કારણે સાઉન્ડ પૉલ્યુશન વધે છે જે વાહનચાલકોના માનસિક સ્વાસ્થ્ય પર અસરકર્તા છે.
રિક્ષાની પાછળ જાણે કૌન બનેગા કરોડપતિનો સવાલ હોય એમ ચાર ઑપ્શન સાથે એક સવાલ પૂછવામાં આવ્યો છે
સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ રેડિટ પર એક ગ્રુપ છે જેમાં દિલ્હીના લોકો શહેર વિશેની અવનવી પોસ્ટ શૅર કરતા રહે છે. થોડા દિવસ પહેલાં આ ગ્રુપમાં એક ક્રીએટિવ તસવીર જોવા મળી. એ છે ઑટોરિક્ષાની પાછળનો ભાગ. રિક્ષાની પાછળ જાણે કૌન બનેગા કરોડપતિનો સવાલ હોય એમ ચાર ઑપ્શન સાથે એક સવાલ પૂછવામાં આવ્યો છે. અમિતાભ બચ્ચનની સ્ટાઇલમાં પુછાયેલા સવાલમાં હિન્દીમાં લખાયું છે કે ‘ટ્રાફિકમાં હૉર્ન વગાડવાથી શું થાય છે?’
એ પછી એના ચાર વિકલ્પો આપવામાં આવ્યા છે...
ADVERTISEMENT
- સિગ્નલ જલદી ગ્રીન થઈ જાય છે. B. રોડ પહોળો થઈ જાય છે. C. ગાડી ઊડવા લાગે છે. D. આમાંથી કંઈ જ નથી થતું.
ટ્રાફિક સિગ્નલ પાસે જૅમ લાગ્યો હોય ત્યારે હૉર્ન વગાડવાની આદત ધરાવતા લોકો પર આ સૂક્ષ્મ કટાક્ષ છે. બિનજરૂરી હૉર્ન વગાડવાને કારણે સાઉન્ડ પૉલ્યુશન વધે છે જે વાહનચાલકોના માનસિક સ્વાસ્થ્ય પર અસરકર્તા છે. એટલે હવે પછી જો ટ્રાફિકમાં ફસાયા હો અને હૉર્ન પર તમારો હાથ જાય તો આ તસવીર યાદ કરજો.

