પતિના ફ્રીઝ કરેલા સ્પર્મની મદદથી પતિના મૃત્યુના લગભગ બે વર્ષ બાદ આઇવીએફ પ્રોસેસથી બાળકને જન્મ આપ્યો હતો

વિધવા લૉરેને તેના પતિ ક્રિસની તસવીર અને નવજાત દીકરા સાથે
ઇંગ્લૅન્ડના લિવરપુલની ૩૩ વર્ષની વિધવા લૉરેને તેના પતિ ક્રિસના ફ્રીઝ કરેલા સ્પર્મની મદદથી પતિના મૃત્યુના લગભગ બે વર્ષ બાદ ૧૭ મેએ આઇવીએફ પ્રોસેસથી બાળકને જન્મ આપ્યો હતો. જોકે આઇવીએફ પ્રોસેસ શરૂ કરતાં પહેલાં તેણે ૯ મહિના રાહ જોઈ હતી. લૉરેને કહ્યું કે મારો પુત્ર સેબ લગભગ તેના પપ્પા જેવો જ દેખાય છે. ક્રિસના આગલા સંબંધથી થયેલો તેનો ૧૮ વર્ષનો પુત્ર વેબ તેના નાના ભાઈ સેબ માટે પિતા સમાન છે એમ જણાવતાં લૉરેને કહ્યું કે તેણે સેબને હૉસ્પિટલમાં પણ ઊંચક્યો હતો અને એક બાળક માટે તેના પિતા કે મોટા ભાઈ કરે એ તમામ ચીજ કરી હતી.