પોતાની મમ્મીનું મોત નજર સામે જે રીતે થયું એ જોઈને તેનો દીકરો ભારે આઘાતમાં સરી પડ્યો હતો.
વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ
મેક્સિકોના હિડાલ્ગો રાજ્યમાં કૅનેડાથી આવી રહેલી સ્ટીમ એન્જિનવાળી એક વિન્ટેજ ટ્રેન જોવા માટે લોકોનું ટોળું ભેગું થયેલું. આ વિન્ટેજ ટ્રેન ‘એમ્પ્રેસ’ તરીકે જાણીતી છે. ૨૦ વર્ષની એક યુવતી તેના દીકરા અને અન્ય બાળકો સાથે આ ટ્રેન જોવા આવી હતી. જેવી ટ્રેન નજીક આવી એટલે બધાએ પોતપોતાના મોબાઇલના કૅમેરા ઑન કરી દીધા. એમાં પેલી યુવતી સેલ્ફી લેવા માટે પીઠ ફેરવીને ઊભી રહી ગઈ. જોકે એમાં તેને ભાન નહોતું રહ્યું કે તે ટ્રેનના ટ્રૅકથી બહુ નજીક પહોંચી ગઈ છે. ધસમસતી આવતી ટ્રેન નજીક આવી અને આ યુવતીને હટફેટે લઈ લીધી અને જોરથી વાગેલી થપાટથી તે નીચે પડી અને ત્યાં જ તેના રામ રમી ગયા. તેણે લીધેલા સેલ્ફીમાં જ તેનું મોત પણ ઝડપાઈ ગયું હતું. અનેક દર્શકો આ દૃશ્ય જોઈને હક્કાબક્કા રહી ગયા હતા. પોતાની મમ્મીનું મોત નજર સામે જે રીતે થયું એ જોઈને તેનો દીકરો ભારે આઘાતમાં સરી પડ્યો હતો.

