AI ક્યારેક રિયલ મેડિકલ નિષ્ણાતને હરાવી દઈ શકે છે એ વાતનો પરચો હમણાંથી મળવા લાગ્યો છે. ૪ વર્ષના ઍલેક્સ નામના છોકરાને દુર્લભ ન્યુરોલૉજિકલ કન્ડિશન હતી. કોરોનાનો અંત થઈ રહ્યો હતો એ દરમ્યાન ઍલેક્સને દાંતમાં અચાનક દુખાવો થવા લાગ્યો.
પ્રતીકાત્મક તસવીર
આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI) ક્યારેક રિયલ મેડિકલ નિષ્ણાતને હરાવી દઈ શકે છે એ વાતનો પરચો હમણાંથી મળવા લાગ્યો છે. ૪ વર્ષના ઍલેક્સ નામના છોકરાને દુર્લભ ન્યુરોલૉજિકલ કન્ડિશન હતી. કોરોનાનો અંત થઈ રહ્યો હતો એ દરમ્યાન ઍલેક્સને દાંતમાં અચાનક દુખાવો થવા લાગ્યો. પીડા ઘટાડવા તે કોઈ પણ ચીજ મોંમાં લઈને ચાવવા માંડતો. એ પછી ખબર પડી કે તેનો શારીરિક ગ્રોથ ઘટી ગયો છે. એટલું જ નહીં, એ પછી તેને ડાબા અને જમણા પગ વચ્ચે અસંતુલન થવા લાગ્યું. આ બધાનું શું કારણ છે એ ડૉક્ટરો સમજી શકતા નહોતા. એક પછી એક એમ લગભગ ૧૭ ડૉક્ટરો પાસે ઍલેક્સને લઈ જવામાં આવ્યો, પણ કોઈ આ છોકરાને શું થયું છે એનું નિદાન કરી ન શક્યું. ચોમેરથી નિરાશા મળી રહી હતી અને દીકરાની તકલીફ ઉત્તરોત્તર વધતી જ રહી હતી ત્યારે ડેસ્પરેટ થઈને ઍલેક્સની મમ્મીએ ChatGPTનો સહારો લીધો. તેણે બાળકને જેકાંઈ થઈ રહ્યું છે એનાં લક્ષણો ઇન્પુટ તરીકે આપ્યાં અને નવાઈની વાત એ છે કે ChatGPTએ તરત જ આ લક્ષણો ટીધર્ડ કૉર્ડ સિન્ડ્રોમ નામના રૅર ન્યુરોલૉજિકલ ડિસીઝનાં છે એવું નિદાન કરી દીધું. આ રોગમાં કરોડરજ્જુ સ્ટ્રેચ નથી થઈ શકતી એટલે શરીરનાં મહત્ત્વનાં તમામ અંગો પર એની અસર થાય છે. આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સે જે બતાવ્યું એ ડૉક્ટરોને પૂછ્યું તો તરત જ આ યોગ્ય નિદાન છે એવું કન્ફર્મ થઈ શક્યું.

