ઇંગ્લૅન્ડના વેસ્ટ સક્સેસમાં લા બૅન્કા ઇટાલિયન રેસ્ટોરાંની આ ઘટના છે. ૮ જણનું ગ્રુપ ત્યાં જમવા માટે પહોંચ્યું હતું. ગ્રુપમાં ૬ બાળકો અને બે વયસ્કો હતાં. આઠેય જણ પેટ ભરીને જમ્યા. પછી બિલ આવ્યું તો આંકડો વાંચીને ખાધેલું પચી ગયું.
હોટેલમાં જમ્યા પછી ૪૪,૦૦૦ રૂપિયાનું બિલ આવ્યું તો કહ્યું, ફૂડ સારું નહોતું
ઇંગ્લૅન્ડના વેસ્ટ સક્સેસમાં લા બૅન્કા ઇટાલિયન રેસ્ટોરાંની આ ઘટના છે. ૮ જણનું ગ્રુપ ત્યાં જમવા માટે પહોંચ્યું હતું. ગ્રુપમાં ૬ બાળકો અને બે વયસ્કો હતાં. આઠેય જણ પેટ ભરીને જમ્યા. પછી બિલ આવ્યું તો આંકડો વાંચીને ખાધેલું પચી ગયું. ૮ જણના ભોજનનું બિલ ૪૪,૦૦૦ રૂપિયા આવ્યું હતું. આટલી મોટી રકમ જોઈને દાનત બગડી અને બિલ ન ભરવા માટે બહાનું શોધી કાઢ્યું. એ લોકોએ કહ્યું કે ફૂડ સાવ બકવાસ હતું. ભાવે એવું જ નહોતું એટલે અમે પૈસા નહીં ભરીએ. જોકે રેસ્ટોરાંનો મૅનેજર પણ શેરને માથે સવાશેર નીકળ્યો. તેણે કહ્યું કે ફૂડ ખરાબ હોઈ શકે, ડ્રિન્ક્સ તો ન હોય એટલે ડ્રિન્ક્સના ૬૬૦૦ રૂપિયા આપવા પડશે. અકળાઈને એ લોકોએ ડ્રિન્ક્સના પૈસા ચૂકવ્યા. પછી મૅનેજરે આઠેઆઠ જણનો ફોટો પાડીને સોશ્યલ મીડિયામાં મૂકી દીધો.