Viral Video: પોલીસ અધિકારી મહિલાના ઘરમાં તપાસ કરવા આવે છે ત્યારે મહિલાનાં અન્ડરવેઅરની ચોરી કરતો જોવા મળે છે.
પ્રતીકાત્મક તસવીર
યુકેનો આ બનાવ (Viral Video) છે. ડ્યુટી પર તેનાત પોલીસ અધિકારીને શંકા પડે તો તપાસ કરવાનો અધિકાર છે જ. પણ યુકેમાં બનેલી આ ઘટનામાં પોલીસ અધિકારી મહિલાના ઘરમાં તપાસ કરવા આવે છે ત્યારે મહિલાનાં અન્ડરવેઅરની ચોરી કરતો જોવા મળે છે. માર્સિન ઝિલિન્સ્કી નામના આ પોલીસ અધિકારીને આવું કરતાં ઝડપાયા બદલ હવે જેલમાં પુરાઈ જવાનો વારો આવ્યો છે.
પ્રાપ્ત અહેવાલો અનુસાર આવા આરોપ લગાવ્યા બાદ ઝિલિન્સ્કીની તપાસ ચાલી રહી હતી ત્યારે નવેમ્બર ૨૦૨૪માં તેણે પોલીસ દળમાંથી રાજીનામું આપ્યું હતું. તેણે પોતે અન્ડરવેઅરની ચોરી કરી હોવાનો અને પોતે એક કોન્સ્ટેબલ થઈને પોલીસતંત્રના વિશેષાધિકારોને લાંછન લાગે એવું કાર્ય કર્યાનો ગુનો કબૂલ્યો પણ હતો. હવે, આ જ કેસમાં ઝિલિન્સ્કીને સોમવારે કેમ્બ્રિજ ક્રાઉન કોર્ટ દ્વારા ચાર મહિનાની જેલની સજા કરવામાં આવી છે.
ADVERTISEMENT
“Hatfield Policeman Stole my Knickers”
— WeGotitBack ??????????? (@NotFarLeftAtAll) August 19, 2025
“While I was in the cells my house was
searched and pc marcin zielinski went in
to my underwear draw and picked a pair
of my underwear that he wanted and put
them in his back pocket away from his
body cam but my ring cam caught him” pic.twitter.com/7xy1P3vDsO
Viral Video: હર્ટફોર્ડશાયર કોન્સ્ટેબ્યુલરીના આસિસ્ટન્ટ ચીફ કોન્સ્ટેબલ જેના ટેલ્ફરે પણ આ બનાવ બાદ ખેદ વ્યક્ત કરતા કહ્યું હતું કે ઝીલિન્સ્કીએ અમને તો શું પણ આખા પોલીસદળનું નાક કપાવ્યું છે. જે લોકો આ ક્ષેત્રમચે અને વ્યવસાયિક ધોરણે જ નહીં પણ, વફાદારીથી કામ કરે છે તેઓને પણ નીચાજોણું કર્યું છે. તેની આવી ગુનાહિત વર્તણૂક સમગ્ર પોલીસ વ્યવસ્થાની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડનારી છે. તેણે જનતા ને પોલીસ સર્વિસનાં મૂલ્યોનો વિશ્વાસઘાત કર્યો છે.
મહિલાએ માહિતી આપી કે કઈ રીતે એના ઘરે તપાસ કરવા આવેલ પોલીસ તેનાં અન્ડરવેઅર ચોરે છે
હવે આ પોલીસ જે મહિલાના ઘરે તપાસ માટે ગયો હતો તે લી-એન સુલિવાન છે. કોઈ પાયાવિહોણા કેસમાં એની ધરપકડ કરાઈ હતી. પણ પછી તેને છોડી દેવામાં આવી હતી. પરંતુ તે કહે છે કે લગભગ એક આખું વર્ષ તેનું તણાવ અને ઊંઘવગરનું પસાર થયું હતું. તેણે જ આ બાબત લોકો સુધી પહોંચાડી હતી કે તેના ઘરે આવેલ પોલીસ કઈ રીતે તેનાં અન્ડરવેઅર ચોરી જાય છે. તે કહે છે કે જ્યારે હું સેલમાં હતી ત્યારે મારા ઘરની તલાશી લેવામાં આવેલ. પી. સી. માર્સિન ઝિલિન્સ્કી તપાસ લેવા આવ્યા હતા પણ તેણે મારા અન્ડરવેઅરની એક જોડ કેમેરામાં (Viral Video) ન દેખાય તે રીતે પોતાના પેન્ટના પાછળના ખિસ્સામાં મૂકી દીધી હતી.
શું છે આ મામલો?
ઝિલિન્સ્કી હર્ટફોર્ડશાયર પોલીસદળમાં નોકરી કરતો હતો. ૧૨મી સપ્ટેમ્બર, ૨૦૨૪ના રોજ સ્ટીવેનેજસ્થિત એક ઘરમાં તે તપાસ કરવા માટે ગયો હતો. પણ પોતે જ્યારે મકાનમાં તપાસ કરી રહ્યો હતો ત્યારે તેણે ડ્રોવર ખોલ્યું અને એમાંથી એણે અન્ડરવેઅર કાઢ્યા પછી પોતાના પેન્ટમાં મૂકી દીધા. આ બધું જ સીસીટીવી કેમેરાના ફૂટેજમાં (Viral Video) ઝડપાઈ ગયું.


