બિલ્ડિંગના કૅમેરામાં આ કાર સ્પષ્ટ દેખાય છે. જોકે અચાનક જ એ બિલ્ડિંગના ઊંચા માળેથી એક માણસ નીચે પટકાય છે અને સીધો કારની આગળના બોનેટ પાસેના કાચ પર જઈને પડે છે
વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ
સોશ્યલ મીડિયા પર એક વિડિયો જોઈને પેલી કહેવત યાદ આવે એમ છે – જાકો રાખે સાઈયાં, માર સકે ન કોઈ. રોડ પર એક બિલ્ડિંગ પાસે કાર પાર્ક થયેલી છે. બિલ્ડિંગના કૅમેરામાં આ કાર સ્પષ્ટ દેખાય છે. જોકે અચાનક જ એ બિલ્ડિંગના ઊંચા માળેથી એક માણસ નીચે પટકાય છે અને સીધો કારની આગળના બોનેટ પાસેના કાચ પર જઈને પડે છે. માણસ એટલો જોરથી પડ્યો હોય છે કે કાચ તૂટીને તે માણસ અંદર ઘૂસી જાય છે અને ફસાઈ જાય છે. જોકે એ પછી ઘડીના છઠ્ઠા ભાગમાં તે માણસ હાથ ખંખેરીને એમાંથી બહાર કૂદી જાય છે અને જાણે કંઈ જ ન થયું હોય એમ કારની બાજુમાં ચાલવા લાગે છે. તેને પડતો જોઈને આજુબાજુના લોકોને જબરો આઘાત લાગ્યો હોય છે, પણ આ ભાઈ મજ્જેથી જાણે કશું જ ઘટ્યું ન હોય એવા સ્વસ્થ જણાય છે. એક લાખથી વધુ લોકોએ આ વિડિયો જોયો છે અને એકે તો લખ્યું છે કે આ માણસની પત્નીએ ખરા દિલથી કરવા ચૌથનું વ્રત કર્યું હશે.


