Viral Video: વરરાજાના આ રીત ડાન્સ કરવાથી વહુના પિતાએ તાબડતોબ જ લગ્ન તોડી પાડવાનો આદેશ આપવાની સાથે જ વહુ રીતસરની રડી પડી હતી
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય - એઆઈ)
હવે તો લગ્ન સમારંભોમાં ડાન્સની વિધિ કોમન બની ગઈ છે. તાજેતરમાં જ સોશિયલ મીડિયામાં એક લગ્ન સમારંભ વિષે વાત ચર્ચાઇ (Viral Video) રહી છે, જેમાં વર ડાન્સ કરતો જોવા મળે છે. પણ આ વરને ડાન્સ કરવો જરા વધારે ભારે પડી ગયો, દિલ્હીની આ ઘટનામાં વરના ડાન્સ કરવાને કારણે સસરાને ગમ્યું નહોતું અને પછી જે થયું તે તમને આશ્ચર્યમામૂકી દેશે.
તમને જણાવી દઈએ કે, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર @xavierunclelite નામના હેન્ડલથી એક અંગ્રેજી અખબારની એક કટિંગ શેર કરવામાં આવી છે. આ સમાચારની હેડલાઈન છે - પોતાના સંબંધીઓ આગળ સારું લગાવવા માટે વરરાજાએ `ચોલી કે પીછે કયા હે` આ ગીત પર ડાન્સ કર્યો હતો. પણ તેના આ ડાન્સ કરવાને કારણે છોકરીના પિતાએ એટલકે કે થનાર સસરાને ગમ્યું નહોતું અને સસરાએ તો આ લગ્ન જ રદ કરી નાખ્યા હતા. એવી માહિતી મળી રહી છે કે વરરાજાનો ડાન્સ જોઈને દુલ્હનના પિતા ગુસ્સે થઈ ગયા અને લગ્ન ન કરવાનો હુકમ ફરમાવી દીધો હતો.
ADVERTISEMENT
વરરાજાનો ડાન્સ (Viral Video) જોઈને સસરા લગ્ન મંડપ માંથી બહાર આવી ગયા હતા. આ પાછળનું કારણ એ હતું કે સસરાને લાગ્યું હતું કે વરરાજાના આ રીત ડાન્સ કરવાથી તેમના કૌટુંબિક મૂલ્યોનું અપમાન થયું છે. પિતાએ તાબડતોબ જ લગ્ન તોડી પાડવાનો આદેશ આપવાની સાથે જ વહુ રીતસરની રડી પડી હતી. આ સાથે જ વરરાજાએ સસરાને શાંત પાડવાની અને સમજાવવાની કોશિશ પણ કરી હતી. વરરાજા કહી કહી ને થકી ગયો કે પપ્પા આ તો જસ્ટ મજા ખાતર કર્યું હતું. પણ સસરા એકના બે ન થયા એ ન જ થયા.
લગ્ન કેન્સલ તો કરી નાખ્યા પણ લગ્ન પછી પણ સસરાનો ગુસ્સો તો સાતમાં આસમાને જ હતો. તેમણે (Viral Video) એવું કહી દીધું કે હવે આ બે પરિવાર વચ્ચે કોઈ સંબંધ નથી.
આ પોસ્ટ માટે અનેક લોકો પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું હતું કે, "સસરાએ સાચો નિર્ણય લીધો, નહીંતર તેમણે રોજ આ ડાન્સ જોવો પડ્યો હોત."
તો એક જણ તો એવું લખે છે કે, "આ કોઈ એરેન્જ્ડ મેરેજ નહોતા, આ એલિમિનેશન રાઉન્ડ હતો."
તો કોઇની કમેન્ટ છે કે "જો તમે `ચોલી કે પીછે` રમશો તો હું મારા લગ્નમાં પણ ડાન્સ કરીશ."
Viral Video: ગયા વર્ષના જ એક કિસ્સાની વાત કરીએ તો ઉત્તર પ્રદેશના ચંદૌલીમાં એક વરરાજાએ ભોજન પીરસવામાં મોડું કર્યું હોવાને કારણે તેના લગ્ન રદ કર્યા હતા. પછી તેણે તેની પિતરાઈ બહેન સાથે લગ્ન કર્યા હતા.

