૨૫ વર્ષની ઇવાન્સ પોતાના બૉયફ્રેન્ડની એક્સ-ગર્લફ્રેન્ડને પરેશાન કરવા માટે ઘણા હેરાન કરતા મેસેજ મોકલતી અને એ માટે તેણે એકદમ વિચિત્ર રસ્તો અપનાવ્યો હતો
પ્રતીકાત્મક તસવીર
૨૫ વર્ષની ઇવાન્સ પોતાના બૉયફ્રેન્ડની એક્સ-ગર્લફ્રેન્ડને પરેશાન કરવા માટે ઘણા હેરાન કરતા મેસેજ મોકલતી અને એ માટે તેણે એકદમ વિચિત્ર રસ્તો અપનાવ્યો હતો. તે પોતે વાછૂટ કરે ત્યારે એટલે કે ગૅસ પાસ કરતી હોય ત્યારે નીચે નિતંબ પાસે કૅમેરા રાખીને વિડિયો બનાવતી અને પછી વિડિયોમાં હસતી હોય એવા ફાર્ટ-સેલ્ફી વિડિયો બૉયફ્રેન્ડની એક્સ-ગર્લફ્રેન્ડને મોકલીને હેરાન કરતી હતી. હેરાન કરવાના ખરાબ ઇરાદાથી મોકલાયેલા આવા વિડિયોના ત્રાસથી પરેશાન એક્સ-ગર્લફ્રેન્ડે ફરિયાદ કરતાં પોલીસે વૉર્નિંગ આપી હતી છતાં તે અટકી નહોતી એટલે તેની ધરપકડ કરવામાં આવી હતી. તેના વકીલે લૂલો બચાવ કરતાં કહ્યું હતું કે ‘તેના ઉછેરમાં ખામી છે. તે દારૂ પીને આવું કરતી હતી. તેનો બીજો કોઈ ખરાબ ઇરાદો નહોતો.’ જોકે કોર્ટે આ વિચિત્ર સાઇબર ફાર્ટિંગ ગુનામાં ઇવાન્સને ગુનેગાર ગણીને ૧૨ મહિના સમાજસેવા કરવાની, ૧૫ દિવસ સુધારગૃહમાં જવાની અને ૬૦ દિવસ દારૂથી દૂર રહેવાની સજા કરી છે. એ ઉપરાંત ૧૦૦ પાઉન્ડનું વળતર અને ૧૯૯ પાઉન્ડ લીગલ કૉસ્ટ રૂપે આપવાની સજા સંભળાવી છે.

