કાર સારીએવી સ્પીડમાં જઈ રહી છે અને એ જ વખતે રસ્તા પર વધુ હાઇટવાળાં વાહનોની એન્ટ્રી પર પ્રતિબંધ મૂકવા માટેનો લોઢાનો રૉડ આવે છે.
કારની સનરૂફમાંથી તમારું બાળક પણ માથું કાઢીને ઊભું રહે છે
બૅન્ગલોરમાં રવિવારે બપોરે બનેલી એક ઘટનાનો વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે. એમાં એક લક્ઝરી કારની સનરૂફ ખોલીને એક છોકરો માથું કાઢીને ઊભો છે. કાર સારીએવી સ્પીડમાં જઈ રહી છે અને એ જ વખતે રસ્તા પર વધુ હાઇટવાળાં વાહનોની એન્ટ્રી પર પ્રતિબંધ મૂકવા માટેનો લોઢાનો રૉડ આવે છે. કાર સ્પીડમાં જઈ રહી છે અને છોકરો કંઈ સમજે એ પહેલાં તો તેનું માથું રૉડ પર મૂકેલા આડા બૅરિયર સાથે જોરથી ભટકાય છે. સળિયા સાથે ભટકાઈને માથું પાછળની તરફ કારની રૂફ પર પણ અફળાય છે અને પછી છોકરો કારની અંદર ઢળી પડે છે. ઘડીના છઠ્ઠા ભાગમાં ઘટેલી આ ઘટના ભલભલાને કંપાવી દેનારી છે. ઍક્સિડન્ટ પછી તે બાળક ખૂબ ગંભીર રીતે ઘાયલ છે. આ વિડિયો વાઇરલ થયા પછી બૅન્ગલોર પ્રશાસને પેરન્ટ્સને અપીલ કરી છે કે બાળકોને સનરૂફ ખોલીને ઊભાં રાખવાનું સેફ નથી, તેમને કારમાં સીટની સાથે યોગ્ય રીતે સીટ-બેલ્ટ બાંધીને બેસાડવાનું રાખો.


