મહિલા મૉડલોએ જાણે જીવતીજાગતી બિલાડીઓ કપડાંમાં ભરાવી હોય એવો ભાસ થાય છે. બિલાડીના ફર જેવું જ ફૅબ્રિક ધરાવતી બિલાડીઓ જાણે અસલી હોય એવો ભાસ આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI) દ્વારા આપવામાં આવ્યો હતો
મહિલા મૉડલોએ જાણે જીવતીજાગતી બિલાડીઓ કપડાંમાં ભરાવી હોય એવો ભાસ થાય છે
ઇન્સ્ટાગ્રામ પર વૉગ પ્રોડક્ટ્સ નામના હૅન્ડલ પરથી ખાસ પ્રકારના કૉસ્ચ્યુમ્સ પહેરીને મૉડલો ફરતાં હોય એવા વિડિયો પોસ્ટ થયા છે. એમાં મહિલા મૉડલોએ જાણે જીવતીજાગતી બિલાડીઓ કપડાંમાં ભરાવી હોય એવો ભાસ થાય છે. બિલાડીના ફર જેવું જ ફૅબ્રિક ધરાવતી બિલાડીઓ જાણે અસલી હોય એવો ભાસ આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI) દ્વારા આપવામાં આવ્યો હતો, જ્યારે પુરુષ મૉડલો માટેનાં કપડાંમાં વિવિધ બ્રીડના ડૉગીઝના ફર જેવું ફૅબ્રિક વપરાયું છે. એમાં મિનિએચર સાઇઝના ડૉગી હોવાથી એ અસલી નથી એવી તરત ખબર પડી જાય છે,

ADVERTISEMENT

પરંતુ AIની મદદથી કેટલાક ડૉગીને તો બગાસું ખાતા અને ભસતા પણ બતાવાયા છે. ‘વૉગ’ જેવાં ફૅશન મૅગેઝિને આ પ્રકારની ક્રીએટિવિટી શા માટે તૈયાર કરી હતી એની ખબર નથી પડતી, પરંતુ આ નકલી કૅટ અને ડૉગ હોવાની સ્પષ્ટતા કરી હોવા છતાં પ્રાણીપ્રેમીઓ આવી ક્રીએટિવિટીને વખોડવામાં લાગી પડ્યા છે.


