પતરાના શેડની પાછળ ફસાયેલી બિલાડી થોડી-થાડી વારે સસલાને પગથી જાણે ઇશારો કરીને વધુ ખોદવા કહેતી હોય એમ સસલાને બિલાડીનો પગ અડતાં જ તે ફરીથી ખોદવા માંડે છે.
સસલાએ ફસાયેલી બિલાડીને બહાર નીકળવામાં મદદ કરી
પ્રાણીમાત્રમાં મદદની ભાવના સરાહનીય હોય છે. આવા મદદગારના વિડિયો સોશ્યલ મીડિયા પર પણ પ્રશંસા પામે છે. તાજેતરમાં સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ ટ્વિટર પર એક સસલા અને બિલાડીનો વિડિયો વાઇરલ થયો છે, જેમાં એક સસલું ઉતાવળે માટી ખોદી રહ્યું છે. પતરાના શેડની પાછળ ફસાયેલી બિલાડી થોડી-થાડી વારે સસલાને પગથી જાણે ઇશારો કરીને વધુ ખોદવા કહેતી હોય એમ સસલાને બિલાડીનો પગ અડતાં જ તે ફરીથી ખોદવા માંડે છે.

ADVERTISEMENT
એક તબક્કે સસલું ખોદીને પછી અટકે છે, પણ બિલાડીનો ઇશારો ન મળતાં તે ખોદેલી માટીને સહેજ ખસેડીને ત્યાંથી નીકળી જાય છે અને એની પાછળ-પાછળ જ પતરાના શેડની નીચે માટી ખોદવાથી બનેલી જગ્યામાંથી બિલાડી બહાર નીકળીને જતી રહે છે. અત્યાર સુધી આ વિડિયોને ૩૦ લાખ વ્યુઝ મળ્યા છે.


