ઉત્તરાખંડ પોલીસના જણાવ્યા અનુસાર નશામાં ધુત આ માણસે વિડિયો બનાવી એને વાઇરલ કરવાનો પ્રયાસ કરતાં પ્રાણી સાથે અયોગ્ય વર્તન કરવા બદલ તેની સામે કાનૂની પગલાં લેવાયાં હતાં
નશામાં ધુત માણસે હૃષીકેશમાં આખલા પર કરી સવારી
તાજેતરમાં સોશ્યલ મીડિયા પર એક વિડિયો વાઇરલ થયો છે, જેમાં હૃષીકેશના તપોવન વિસ્તારમાં નશામાં ધુત માણસ આખલા પર સવારી કરતો જોવા મળ્યો. ઉત્તરાખંડ પોલીસના જણાવ્યા અનુસાર નશામાં ધુત આ માણસે વિડિયો બનાવી એને વાઇરલ કરવાનો પ્રયાસ કરતાં પ્રાણી સાથે અયોગ્ય વર્તન કરવા બદલ તેની સામે કાનૂની પગલાં લેવાયાં હતાં. આ ઘટનાને કારણે મધ્યરાત્રિએ તપોવન વિસ્તારમાં અરાજકતા સર્જાઈ હતી. પોલીસે જણાવ્યા અનુસાર તેને ભવિષ્યમાં પ્રાણીઓ સાથે આ પ્રકારના સ્ટન્ટ ન કરવાની ચેતવણી આપવામાં આવી હતી. પોલીસે આ સમગ્ર ઘટનાની જાણકારી ટ્વિટર પર શૅર કરી હતી. અનેક લોકોએ આ વિડિયોને અયોગ્ય ગણાવી યુવકના વર્તન પ્રત્યે વિરોધ વ્યક્ત કર્યો હતો.


