વિડિયોમાં એવું દેખાય છે કે લાલ રંગના અત્યંત દળદાર લેહંગા પહેરેલી કન્યા વરરાજા સાથે ફેરા લેવાની શરૂઆત કરે છે
વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ
સોશ્યલ મીડિયા પર હમણાં એક મજેદાર વિડિયો વાઇરલ થઈ રહ્યો છે. આ વિડિયો જેટલી જ મજેદાર એની કૅપ્શન પણ છે. શૅર કરનારી યુઝર એક યુવતી છે જેણે પોતાનાં લગ્નનો આ વિડિયો શૅર કર્યો હતો. એની સાથે લખ્યું હતું કે ‘એ મોમેન્ટ જ્યારે આ વર ૩ જુદા-જુદા ધર્મની ૪ કન્યાઓને ઑલમોસ્ટ એકસાથે પરણી ગયો હતો.’
વિડિયોમાં એવું દેખાય છે કે લાલ રંગના અત્યંત દળદાર લેહંગા પહેરેલી કન્યા વરરાજા સાથે ફેરા લેવાની શરૂઆત કરે છે, પણ ભારેખમ અને ફેલાયેલા લેહંગાને લીધે એ બરાબર ચાલી શકે એમ નહોતી એટલે તેની ૩ બહેનપણીઓ આવીને ૩ બાજુથી તેનો લેહંગો પકડે છે અને ફેરા ફરવાનું શરૂ થાય છે. જોકે ફેરો પૂરો થાય એ પહેલાં જ કોઈની બૂમ સંભળાઈ કે અરે, તમે તેની સાથે ન ચાલો, નહીં તો તમે પણ વરને પરણી જશો. આ સાંભળીને બીજા બધા હસી પડ્યા, પણ કન્યાની ૩ બહેનપણીઓમાંની એક તો આશ્ચર્યથી ચોંકી ગઈ, કારણ કે તે વિદેશી હતી અને ખ્રિસ્તી લાગી રહી હતી. તેને બીજી બે મુસ્લિમ બહેનપણીઓએ ભારતના ફેરાના રિવાજનું રહસ્ય સમજાવ્યું ત્યારે તે પણ હસી પડી. આ ઘટનાને લીધે લગ્નમંડપનું આખું વાતાવરણ હાસ્યની છોળોથી ભરાઈ ગયું હતું.


