આખો પરિવાર ચાદર અને ચટાઈ લઈને એસીની ઠંડકમાં મસ્ત સૂઈ ગયો હતો.
આખો પરિવાર ATMમાં સૂતો છે
ઉત્તર પ્રદેશના ઝાંસીનો એક અજીબ વિડિયો વાઇરલ થયો છે. એમાં આખો પરિવાર ATMમાં સૂતો છે. આ વિસ્તારમાં ઘણા કલાકો સુધી વીજળી નહોતી અને ગરમીનો પારો ૪૫ ડિગ્રીને પાર થઈ ચૂક્યો હતો એવામાં ગરમી અને પસીનાથી રાહત મેળવવા માટે પરિવારે ATMની અંદર ચાલતા ઍર-કન્ડિશનરનો સહારો લીધો હતો. આખો પરિવાર ચાદર અને ચટાઈ લઈને એસીની ઠંડકમાં મસ્ત સૂઈ ગયો હતો.
હેલિકૉપ્ટરથી બચાવી ગાય
ADVERTISEMENT
સ્વિટ્ઝરલૅન્ડની આલ્પ્સ પર્વતમાળાઓમાં ભૂસ્ખલન થવાથી એક ઘાયલ ગાયને હેલિકૉપ્ટરથી સુરક્ષિત જગ્યાએ લઈ જવાઈ હતી. આ જગ્યાએથી લગભગ ૩૦૦ લોકોની સાથે પ્રાણીઓને રેસ્ક્યુ કરવામાં આવ્યાં હતાં.


