ખેતરમાં કામ કરતી એક મહિલાને સાપના ડંખ બાદ તેનો પતિ સાપને કોથળાંમાં ભરીને હૉસ્પિટલ પહોંચી ગયો. સાપ લઈને હૉસ્પિટલ પહોંચેલા શખ્સને જોઈને ડૉક્ટર્સ પણ દંગ રહી ગયા. ડૉક્ટર્સના પ્રશ્ન પર શખ્સે જણાવ્યું કે તે હૉસ્પિટલમાં સાપ લઈને કેમ ગયો છે.
પ્રતીકાત્મક તસવીર
ઉત્તર પ્રદેશના (Uttar Pradesh) ઉન્નાવ જિલ્લામાંથી અજીબ ઘટના સામે આવી છે. અહીં ખેતરમાં કામ કરતી એક મહિલાને સાપના ડંખ બાદ તેનો પતિ સાપને કોથળાંમાં ભરીને હૉસ્પિટલ પહોંચી ગયો. સાપ લઈને હૉસ્પિટલ પહોંચેલા શખ્સને જોઈને ડૉક્ટર્સ પણ દંગ રહી ગયા. ડૉક્ટર્સના પ્રશ્ન પર શખ્સે જણાવ્યું કે તે હૉસ્પિટલમાં સાપ લઈને કેમ ગયો છે.
મહિલાને ડંખ્યો સાપ
ઘરમાં કામ કરતી એક મહિલાને સાપનો ડંખ વાગ્યો હતો. આ માહિતી જ્યારે મહિલાના પતિને થઈ તો તે ઉતાવળે ઘરે પહોંચ્યો અને ત્યાં સાપને કોથળામાં ભરી લીધો. જ્યારે પરિવારજનો તેની પત્નીને લઈને પહેલા જ જિલ્લા હૉસ્પિટલમાં પહોંચી ગયા હતા. એવામાં મહિલાનો પતિ કોથળામાં સાપ ભરીને જિલ્લા હૉસ્પિટલ પહોંચી ગયો.
ADVERTISEMENT
ડૉક્ટર્સ પણ દંગ
મહિલાના પતિની આવી હરકત જોઈ જિલ્લા હૉસ્પિટલમાં ડૉક્ટર્સ અને અન્ય લોકો વચ્ચે હાહાકારની સ્થિતિ સર્જાઈ. એવામાં ડૉક્ટર્સે પૂછ્યું કે તે સાપને કોથળામાં ભરીને કેમ અહીં લઈ આવ્યો છે. જેના પર મહિલાના પતિએ જણાવ્યું કે તે સાપ એટલા માટે લઈને આવ્યો છે કે ડૉક્ટરને બતાવશે કે સાપ કેવો છે અને આને કારણે તે પત્નીની સારવાર ઝડપથી અને એ પ્રમાણે કરી શકે.
મીડિયા રિપૉર્ટ્સ પ્રમાણે ઉન્નાવ જિલ્લાના સફીપુર કોતવાલી વિસ્તારના રહેવાસી નરેન્દ્રની પત્ની કુસુમાને ખેતરમાં કામ કરતી વખતે સર્પદંશ થયો હતો. સાપના ડંખ બાદ મહિલાની તબિયત બગડવા માંડી અને તે બેભાન થઈને પડી ગઈ.
આ પણ વાંચો : Gujarat: ફટાકડાંની કંપનીમાં આગ થકી ચારના મોત, બચાવ અભિયાન ચાલુ
માહિતી માટે જણાવવાનું કે ડૉક્ટર્સે મહિલાની સ્થિતિ જોઈ તરત સારવાર શરૂ કરી દીધી હતી. ડૉક્ટર્સ દ્વારા કહેવામાં આવ્યું કે તે સારવાર દ્વારા ઝડપથી મહિલાની તબિયત સ્વસ્થ કરી દેશે. નોંધનીય છે કે જિલ્લા હૉસ્પિટલ પહોંચેલા નરેન્દ્ર એક તરફ પોતાની પત્નીને સાપના ડંખની માહિતી ડૉક્ટર્સને આપી રહ્યો હતો તો બીજી તરફ તેણે પોતાના હાથમાં કોથળો પકડી રાખ્યો હતો.


