આ કંપનીનું માનવું છે કે બાર્બી ફક્ત ડૉલ નથી, એ એક સેલ્ફ-એક્સપ્રેશન છે.
આંખથી અક્ષમ બાર્બી ડૉલ
અમેરિકાની રમકડાં બનાવતી કંપની મેટલે તેમની પહેલી જોઈ ન શકતી બાર્બી ડૉલ બનાવી છે. બાર્બી ડૉલ બાળકોમાં દુનિયાભરમાં ફેમસ છે. જોઈ ન શકતાં બાળકો અને ઓછું દેખાતું હોય એવાં બાળકોનું પ્રતિનિધિત્વ કરતી આ બાર્બીને લૉન્ચ કરી છે. આ બાળકો માટે આ ડૉલ ઑનલાઇન અને સ્ટોર બન્નેમાંથી ખરીદી શકાશે. આ કંપનીનું માનવું છે કે બાર્બી ફક્ત ડૉલ નથી, એ એક સેલ્ફ-એક્સપ્રેશન છે. આથી બાળકો માટે તેમને અનુરૂપ બાર્બી હોવી જોઈએ. આ બાર્બીના હાથમાં સ્ટિક પણ આપવામાં આવી છે. દુનિયાભરની કમ્યુનિટી અને સંસ્થાઓ આ કંપનીના નવા કૅમ્પેનને બિરદાવી રહી છે. આ કંપની બહુ જલદી રંગસૂત્રને કારણે થતી જિનેટિકલ બીમારી ડાઉન્સ સિન્ડ્રૉમથી પીડિત હોય એવી બ્લૅક બાર્બી ડૉલ પણ લૉન્ચ કરવા જઈ રહી છે.

