ડિરેક્ટર ગ્રેટા ગેર્વિંગ કોઈ પણ જગ્યાએ કૃત્રિમ લાગે એવું નહોતી ઇચ્છતી એથી સીજીઆઇનો ઉપયોગ કરવાને બદલે દરેકને હાથે રંગ લગાવવા માટે જણાવવામાં આવ્યું.
બાર્બીની મૂવીનો સેટ
ઘરમાં જો નાના બાળકને બાર્બી ડૉલ ગમતી હોય તો તેને ગુલાબી રંગ જ ગમે, કારણ કે બાર્બીનો એ ફેવરિટ કલર છે. બાર્બીની મૂવી બનાવવાની વાત આવી તો એટલો બધો ગુલાબી રંગનો ઉપયોગ કરવામાં આવ્યો કે એની અછત ઊભી થઈ ગઈ. ડિરેક્ટર ગ્રેટા ગેર્વિંગ કોઈ પણ જગ્યાએ કૃત્રિમ લાગે એવું નહોતી ઇચ્છતી એથી સીજીઆઇનો ઉપયોગ કરવાને બદલે દરેકને હાથે રંગ લગાવવા માટે જણાવવામાં આવ્યું.

ADVERTISEMENT
બાર્બી જ્યારે રૂપેરી પડદા પર ફિલ્મ સ્વરૂપે આવી રહી છે ત્યારે એની ડિરેક્ટર ઇચ્છે છે કે એક બાળક જેવી લાગણી સમગ્ર ફિલ્મ જોનાર અનુભવી શકે એથી ભડકાઉ ગુલાબી રંગનો ઉપયોગ કરવામાં આવ્યો. બાર્બી એક અનુભવ છે. એથી એને ડિજિટલ રૂપ આપવાને બદલે એક અવિસ્મરણીય અનુભવ હોય એવું નક્કી કરાયું હતું. પેઇન્ટર્સે ભેગા મળીને એક અનોખું બાર્બી-વિશ્વ બનાવ્યું હતું, જેમાં કોઈ દીવાલ કે બારણાં નથી. અહીં છુપાવવા માટે પણ કાંઈ નથી.


