જોકર જેવા લાલ-સફેદ રંગની સ્ટ્રાઇપ્સવાળાં કપડાં પહેરીને એલન ફટાકડા ફોડીને બ્લૉક પાર્ટી મનાવી રહ્યો હતો.
એલન રે મૅકગ્રેવે
અમેરિકાના સાઉથ કૅરોલિનામાં ૪૧ વર્ષના એલન રે મૅકગ્રેવે ચોથી જુલાઈએ અમેરિકાના સ્વતંત્રતા દિવસની ઉજવણી વખતે પોતાના ઘરની બહાર ધૂમ ફટાકડા ફોડ્યા હતા. જોકર જેવા લાલ-સફેદ રંગની સ્ટ્રાઇપ્સવાળાં કપડાં પહેરીને એલન ફટાકડા ફોડીને બ્લૉક પાર્ટી મનાવી રહ્યો હતો. એમ કરીને તેણે પાડોશીઓને ચીડવવાનું કામ કર્યું હતું. આખી સાંજ લગભગ આવાં ગતકડાં કર્યા પછી રાતે સાડાદસ વાગ્યે તેણે એક ફટાકડો પોતાના માથે મૂક્યો હતો અને દીવાસળી ચાંપી દીધી હતી. જોકે એ રૉકેટ જેવો ફટાકડો ઊંચે જઈને ફૂટવાને બદલે તેના માથા પર જ ફૂટી ગયો અને એલનનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું. એલનની પત્નીનું કહેવું હતું કે આ સ્ટન્ટ દરમ્યાન અમે તેને ખૂબ વારવાની કોશિશ કરી હતી, પણ તે કેમેય કરીને માન્યો જ નહીં.

