વાડીલાલ ઈન્ટરનેશનલ ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલની ચોથી આવૃત્તિની શાનદાર શરૂઆત થઈ ગઈ છે. આ શરૂઆતના ભાગરૂપે 7મી જુલાઈના રોજ શિકાગોના સિને લોન્જ ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. IGFF દ્વારા અવારનવાર અનેક સાંસ્કૃતિક કાર્યક્રમો કરવામાં આવે છે. તેના કાર્યક્રમને લઈને દર્શકોમાં અનેરો ઉત્સાહ જોવા મળતો હોય છે. ઉલ્લેખનીય છે કે આ ફેસ્ટિવલ અગાઉ 2018માં ન્યૂ જર્સીમાં આયોજિત કરવામાં આવ્યો હતો. 2019માં પણ લોસ એન્જલસમાં ઉજવાયો હતો. કોરોના મહામારીને કારણે બે વર્ષના ગાળા બાદ 2022માં એટલાન્ટામાં પરત ધામધૂમથી ઉજવાયો હતો.
08 July, 2023 01:07 IST | Washington | Gujarati Mid-day Online Correspondent