અનેક લોકોએ તેને શુભેચ્છા પાઠવવાની સાથે મદદ પણ ઑફર કરી હતી.
કુણાલ વિરુલકર
યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC)ની પરીક્ષાનાં પરિણામ મંગળવારે જાહેર થયાં હતાં. પરીક્ષામાં એક હજારથી વધુ યુવાનો ટૉપ પોસ્ટ માટે સિલેક્ટ થયા હતા. આ સફળ ઉમેદવારોની સાથે અસફળ રહેલા એક યુવાનની પણ સોશ્યલ મીડિયા પર ચર્ચા થઈ હતી. કુણાલ વિરુલકર નામના આ યુવાને લખ્યું હતું કે તેણે UPSC ક્રૅક કરવા માટે ૧૨ પ્રયાસો કર્યા હતા, જેમાં ૭ વખત મેઇન્સ પાસ કરી હતી અને ૫ વખત ઇન્ટરવ્યુ સુધી પહોંચ્યો હોવા છતાં વધુ એક વખત તે નિષ્ફળ રહ્યો હતો. આ વિશે સોશ્યલ મીડિયા પર તેણે લખ્યું હતું કે કદાચ જીવનનું બીજું નામ જ સંઘર્ષ છે. કુણાલની આ પોસ્ટને ૨૦ લાખથી વધુ લોકોએ વાંચી હતી. સંખ્યાબંધ લોકોએ અસફળ રહ્યા પછીના તેના જુસ્સાને બિરદાવ્યો હતો. અનેક લોકોએ તેને શુભેચ્છા પાઠવવાની સાથે મદદ પણ ઑફર કરી હતી.

