° °

આજનું ઇ-પેપર
Monday, 08 August, 2022


બે ફ્રેન્ડ્સ ૪૮ મિનિટમાં ત્રણ ફુટ બાય ત્રણ ફુટનો પીત્ઝા ખાઈ ગયા

02 July, 2022 08:26 AM IST | Northampton
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પીત્ઝાનું વજન લગભગ ૬ કિલો હતું

ફ્રેન્ડ્સ મેક્સ સ્ટેનફર્ડ અને જૅક સ્કાવયર્ઝ Offbeat

ફ્રેન્ડ્સ મેક્સ સ્ટેનફર્ડ અને જૅક સ્કાવયર્ઝ

ફૂડી લોકો જમવાને લઈને રેકૉર્ડ બનાવતા રહે છે. તેઓ રેકૉર્ડ ટાઇમમાં મોટા પ્રમાણમાં ફૂડ ખાઈને બધાને આશ્ચર્યમાં મૂકી દેતા હોય છે. બે ફ્રેન્ડ્સ મેક્સ સ્ટેનફર્ડ અને જૅક સ્કાવયર્ઝે પણ એમ જ કર્યું હતું, પંરતુ એની પાછળનો તેમનો હેતુ ૧૨૦ પાઉન્ડ (૧૧૫૦૫ રૂપિયા)નું બિલ ન ભરવાનો હતો. તેમણે એ માટે એક ચૅલેન્જ સ્વીકારી હતી. તેમણે બન્નેએ ઇંગ્લૅન્ડના ટાઉન નૉર્થએમ્પ્ટનની રેસ્ટોરાં બ્રૉન્ક્સ કિચનની એક પીત્ઝા ઇટિંગ ચૅલેન્જ સ્વીકારી હતી, જેમાં આ બન્ને ફ્રેન્ડ્સ માત્ર ૪૮ મિનિટમાં ત્રણ ફુટ બાય ત્રણ ફુટનો ૧૨,૦૦૦ કૅલરીનો પીત્ઝા ખાઈ ગયા હતા. એક કલાકની અંદર આ ચૅલેન્જ પૂરી કરતાં આ રેસ્ટોરાંનો સ્ટાફ પણ સરપ્રાઇઝ થયો હતો.

આ ઇટિંગ ચૅલેન્જમાં ચાર જણે આ પીત્ઝા ૩૦ મિનિટમાં કમ્પ્લીટ કરવાનો હતો, પણ આ માત્ર બે જણની જોડી હોવાને કારણે તેમને એક કલાકનો સમય આપવામાં આવ્યો હતો.
લંડનમાં રહેતા મેક્સે જણાવ્યું કે ‘જ્યારે પીત્ઝા અમારા ટેબલ પર લાવવામાં આવી રહ્યો હતો ત્યારે અમને બન્નેને ખૂબ ચિંતા થઈ હતી. એનું વજન લગભગ ૬ કિલો હતું, જે રેસ્ટોરાંના ૧૨ રેગ્યુલર પીત્ઝા જેટલો હતો. અમે જે રીતે જમતા હતા એનાથી રેસ્ટોરાંનો સ્ટાફ આશ્ચર્યચકિત થઈ ગયો હતો. અમે પિત્ઝાની સાથે માત્ર ડાઇટ કોક અને પાણી પીધું હતું.’

02 July, 2022 08:26 AM IST | Northampton | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

ચિત્ર-વિચિત્ર

ઝાડના થડ વચ્ચે ફરતી યુવતી, કલાકારે સરજ્યો અનોખો દૃષ્ટિભ્રમ

ચિત્રમાં જંગલમાં એક ઝાડનું થડ વચ્ચેથી કપાયેલું છે. કપાયેલા થડની ઉપર એક બૉલ પર ફરતી પરી જેવી આકૃતિ છે

08 August, 2022 12:21 IST | New Delhi | Gujarati Mid-day Correspondent
ચિત્ર-વિચિત્ર

વૈજ્ઞાનિકો બનાવશે 3D પ્રિન્ટિંગ ફૂડ

સિંગાપોરમાં આ વિશે સંશોધન કરી રહેલી ટીમે ભોજનની 3D પ્રિન્ટ બનાવવાનું શરૂ કર્યું છે

08 August, 2022 12:20 IST | Singapore | Gujarati Mid-day Correspondent
ચિત્ર-વિચિત્ર

ડ્રિન્ક ઍન્ડ ડ્રાઇવ વિરુદ્ધ પોલીસની ફની વૉર્નિંગ: મનાલીની જેલમાં ખૂબ ઠંડી પડે છે

ઇન્સ્ટાગ્રામ પર શૅર કર્યા પછીથી અત્યાર સુધી આ ક્લિપને લગભગ ૬૦ લાખ વ્યુઝ અને ત્રણ લાખ લાઇક્સ મળ્યાં છે

08 August, 2022 12:19 IST | Manali | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK