Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > ફટાકડા લઈને જતી ટ્રકમાં આગ લાગતાં હાઇવે પર આતશબાજી

ફટાકડા લઈને જતી ટ્રકમાં આગ લાગતાં હાઇવે પર આતશબાજી

01 July, 2022 09:45 AM IST | New Jersey
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ટ્રકની પાછળનાં વાહનોમાં ફસાયેલા ડ્રાઇવરોએ ટ્રાફિક ક્લિયર થાય ત્યાં સુધી આતશબાજીને નિહાળી હતી

આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી

Offbeat

આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી


અમેરિકાના ન્યુ જર્સીમાં આંતરરાજ્ય હાઇવે પર લગભગ ૪૫૦૦ કિલો જેટલા ફટાકડા લઈને જતી ટ્રકમાં અચાનક આગ લાગતાં રવિવારે સમરસેટ કાઉન્ટીમાં આતશબાજીના શાનદાર પ્રદર્શનનો માહોલ જામ્યો હતો. ન્યુ જર્સી રાજ્ય પોલીસે જણાવ્યું કે રાતે ૧૦.૩૦ વાગ્યે ફટાકડાની હેરફેર દરમ્યાન ટ્રકમાં આગ લાગી હોવાથી એ અત્યંત ઝડપથી ફેલાઈ હતી.

ટ્રકની પાછળનાં વાહનોમાં ફસાયેલા ડ્રાઇવરોએ ટ્રાફિક ક્લિયર થાય ત્યાં સુધી આતશબાજીને નિહાળી હતી.



સવારે પાંચ વાગ્યા સુધી એક પણ લેન ખૂલી શકી નહોતી અને સોમવારે સવારે ૮ વાગ્યા સુધીમાં બે લેન ખૂલી શકી હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું. આગનું કારણ હજી સુધી જાણી શકાયું નથી. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. 


Whatsapp-channel Whatsapp-channel

01 July, 2022 09:45 AM IST | New Jersey | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK