Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > આ ફાટેલાં મોજાં બે ગ્રામ સોનું આવી જાય એટલાં મોંઘાં છે

આ ફાટેલાં મોજાં બે ગ્રામ સોનું આવી જાય એટલાં મોંઘાં છે

Published : 12 May, 2026 11:04 AM | IST | Paris
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

એક જોડીની કિંમત અંદાજે ૧૫,૦૦૦થી ૨૦,૦૦૦ રૂપિયાની આસપાસ હોવાનું કહેવાઈ રહ્યું છે

તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા

અજબ ગજબ

તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા


આજકાલ ફૅશનજગતમાં અજીબોગરીબ ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. અત્યાર સુધી આપણે ડિસ્ટ્રેસ્ડ એટલે કે ફાટેલા જીન્સનો ક્રેઝ જોયો હતો, પરંતુ હવે લક્ઝરી માર્કેટમાં ડિસ્ટ્રેસ્ડ સૉક્સે એન્ટ્રી કરી છે. નવાઈની વાત એ છે કે આ મોજાં એટલી ઊંચી કિંમતે વેચાઈ રહ્યાં છે કે સામાન્ય માણસ એટલી રકમમાં સોનું ખરીદી શકે.

સોશ્યલ મીડિયા પર વાઇરલ થઈ રહેલાં ઇન્ટરનૅશનલ લક્ઝરી બ્રૅન્ડ્સ દ્વારા વેચવામાં આવતાં આ ખાસ પ્રકારનાં મોજાંની કિંમત હજારોમાં છે. એક જોડીની કિંમત અંદાજે ૧૫,૦૦૦થી ૨૦,૦૦૦ રૂપિયાની આસપાસ હોવાનું કહેવાઈ રહ્યું છે અને એક્સક્લુઝિવ એડિશનની કિંમત તો ૮૦,૦૦૦ રૂપિયા સુધી છે. ભારતીય બજારના હિસાબે જોઈએ તો આટલી કિંમતમાં આરામથી બે ગ્રામ સોનું ખરીદી શકાય.



હાઈ-એન્ડ ફૅશનના નામે વેચાતાં આ મોજાં પર જાણીજોઈને મોટાં કાણાં અને દોરા નીકળેલા રાખવામાં આવે છે, જેને રગેડ લુક તરીકે ઓળખાવવામાં આવે છે.


Whatsapp-channel Whatsapp-channel

12 May, 2026 11:04 AM IST | Paris | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK