૧૦૦ રૂપિયે કિલોના ભાવે વેચાતાં ટમેટાં લૂંટી ન જાય એટલે ડ્રાઇવરે તાત્કાલિક પોલીસ બોલાવીને પહેરો ગોઠવી દીધો
ડ્રાઇવરે તાત્કાલિક પોલીસ બોલાવીને પહેરો ગોઠવી દીધો
બૅન્ગલોરથી ૧૮ ટન ટમેટાં લઈને ટ્રક દિલ્હી જતી હતી. મંગળવારે રાતે કાનપુર નજીક હાઇવે પર એક ગાયને બચાવવા જતાં ડ્રાઇવર અર્જુન ટ્રકને વાળવા ગયો ત્યાં ટ્રક પલટી ખાઈ ગઈ અને ટમેટાં રસ્તા પર ઢોળાઈ ગયાં. આજુબાજુના ગામમાં વાત પહોંચી જાય અને લોકો ૧૦૦ રૂપિયે કિલોના ભાવે વેચાતાં ટમેટાં લૂંટી ન જાય એટલે ડ્રાઇવરે તાત્કાલિક પોલીસ બોલાવીને પહેરો ગોઠવી દીધો હતો. આ અકસ્માતમાં સ્કૂટર પર જઈ રહેલા બે જણને ઈજા થઈ હતી.


