આ વિડિયો-ક્લિપને ૧૩,૮૦૦ લાઇક્સ મળી હતી.
જપાનના આ દરજી બિઝનેસ-સૂટમાં માઉન્ટ કિનાબાલુ ચડ્યા
સોશ્યલ મીડિયા પર એક વિડિયો વાઇરલ થયો છે, જેમાં એક જૅપનીઝ દરજી બિઝનેસ-સૂટમાં ટ્રેકિંગ કરીને આઇકૉનિક માઉન્ટ કિનાબાલુ પર ચડી અને ઊતરી રહ્યો છે. વાસ્તવમાં ચાલુ અઠવાડિયાની શરૂઆતમાં એક પર્વતીય કૂલીએ ટિકટૉક પર તેના રાજ્યના સૌથી ઊંચા પર્વત પર કસ્ટમ મેડ બિઝનેસ-સૂટ અને ફૉર્મલ શૂઝ તથા બ્રીફકેસ લઈને ઝડપથી ચડ-ઊતર કરતી ક્લિપ અપલોડ કરી હોવાથી રોષે ભરાયેલા જપાનમાં કસ્ટમ-મેડ બિઝનેસ અટાયર વેચતી શ્રેણીબદ્ધ દુકાનો ધરાવતા નોબુટાકા સાદા નામના દરજીએ તેની કંપનીનો ઑર્ડર સૂટ પહેરીને પોતાનો ટ્રેકિંગનો અનુભવ વર્ણવ્યો હતો. તેણે કહ્યું કે કિનાબાલુ પર્વત પર ચડવા માટે મારો સૂટ યોગ્ય છે. આ સૂટમાં તેણે સમિટના સ્થળની નજીકમાં રાત વિતાવી હતી તથા વરસાદ પડવા છતાં તેનો સૂટ મીટિંગમાં હાજર રહી શકાય એવો સૂકો રહ્યો હતો. આ વિડિયો-ક્લિપને ૧૩,૮૦૦ લાઇક્સ મળી હતી.


