આ પહેલાં ૨૦૨૨માં તેણે મર્યાદિત સંસાધનો સાથે ટાઇગર નામની વૉઇસ-ઍક્ટિવેટેડ લાઇટ કન્ટ્રોલ સિસ્ટમ વિકસાવી હતી.
ડૉ. બેલેન્સો ટી યિમચુંગર
ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઑર્ગેનાઇઝેશન (ISRO)એ તાજેતરમાં ‘પુષ્પક’ રીયુઝેબલ લૉન્ચ વેહિકલ (RLV)ની ત્રીજી અને છેલ્લી ટ્રાયલ સફળતાપૂર્વક પૂર્ણ કરી હતી. RLV ટેક્નૉલૉજીના વિકાસમાં મહત્ત્વનું યોગદાન આપનાર વૈજ્ઞાનિકો પૈકી એક નાગાલૅન્ડનો વૈજ્ઞાનિક છે જેનું નામ ડૉ. બેલેન્સો ટી યિમચુંગર છે. ISROએ ડૉ. બેલેન્સો ટી યિમચુન્ગરના ઇનોવેશન બદલ તેની પ્રશંસા કરી હતી. નિવૃત્ત ઇલેક્ટ્રિશ્યનનો પુત્ર ડૉ. યિમચુંગર કીફિર જિલ્લાનો વતની છે જેણે પોતાના પૅશનને કરીઅર બનાવવા માટે અવિરત પ્રયાસ કર્યા છે. ૨૦૨૩માં ડૉ. યિમચુંગરે ‘પુન્ગ્રો પાવર સોઇલ’ની
શોધ કરી હતી જે માટીને વીજળીમાં રૂપાંતરિત કરે છે. આ પહેલાં ૨૦૨૨માં તેણે મર્યાદિત સંસાધનો સાથે ટાઇગર નામની વૉઇસ-ઍક્ટિવેટેડ લાઇટ કન્ટ્રોલ સિસ્ટમ વિકસાવી હતી.
ISROએ કર્ણાટકના ચિત્રદુર્ગ નજીક ચલ્લાકેરે ખાતે ઍરોનૉટિકલ ટેસ્ટ રેન્જ (ATR) પરથી પુષ્પક નામના RLVનું સફળ પ્રક્ષેપણ કર્યું હતું. પુષ્પક ઉપગ્રહોને અવકાશમાં લઈ જઈ શકે છે અને લૅન્ડિંગ માટે પૃથ્વી પર પાછા લાવી શકે છે, જે પ્રક્ષેપણ ખર્ચમાં નોંધપાત્ર ઘટાડો કરે છે અને સ્પેસ એક્સપ્લોરેશનને વધુ સસ્તું અને સુલભ બનાવે છે. ISROએ પણ પુષ્કપ બનાવવામાં મહત્ત્વનો ફાળો આપવા બદલ આ યુવાનની પ્રશંસા કરી છે.


