જોકે ન્યુ યૉર્ક પોસ્ટના રિપોર્ટ મુજબ આ બૅગ જપાનના રીસેલ દિગ્ગજ શિંસુકે સાકિમોતોએ ખરીદી હોવાનું જાહેર કર્યું હતું.
પ્રતીકાત્મક તસવીર
ઍક્ટ્રેસ, સિંગર અને ફૅશન આઇકન જેન બિર્કિન માટે ૧૯૮૪માં બનાવવામાં આવેલું હર્મેસ બિર્કિન બ્રૅન્ડની હૅન્ડબૅગનું તાજેતરમાં ઑક્શન થયું હતું. યુરોપમાં યોજાયેલી આ હરાજીમાં અંતિમ બોલી લાગી હતી ૮.૫૯ મિલ્યન યુરો. એટલે કે ભારતીય રૂપિયામાં લગભગ ૮૫ કરોડ રૂપિયા જેટલી રકમ થાય. આ હરાજી ગયા મહિનાના અંતમાં એટલે કે જુલાઈમાં થઈ હતી, પરંતુ આટલી અધધધ રકમ આપીને કોણે એ પર્સ ખરીદ્યું એ બાબતે હજી રહસ્ય જ હતું. જોકે ન્યુ યૉર્ક પોસ્ટના રિપોર્ટ મુજબ આ બૅગ જપાનના રીસેલ દિગ્ગજ શિંસુકે સાકિમોતોએ ખરીદી હોવાનું જાહેર કર્યું હતું.


