Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > આખી રાત ATM તોડ્યું, પણ કૅશબૉક્સ હાથ ન લાગ્યું

આખી રાત ATM તોડ્યું, પણ કૅશબૉક્સ હાથ ન લાગ્યું

Published : 14 November, 2026 12:43 PM | Modified : 14 November, 2026 12:50 PM | IST | Bihar
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પોલીસે તપાસ કરી તો ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાના ફુટેજમાં જોવા મળ્યું હતું કે ચોરે ખાસ્સા કલાકો સુધી મશીન તોડીને કૅશબૉક્સ કાઢવાની કોશિશ કરી હતી, પણ બૉક્સ ન મળતાં નિરાશ થઈને જતો રહ્યો હતો. જોકે ફુટેજમાં તેનો ચહેરો સ્પષ્ટ દેખાતો.

ચોરની મહેનત બેકાર

અજબ ગજબ

ચોરની મહેનત બેકાર


બિહારમાં પંજાબ નૅશનલ બૅન્કના એક ઑટોમેટેડ ટેલર મશીન (ATM)માં ચોરીના ઇરાદે ઘૂસેલા એક ચોરે આખી રાત ખૂબ મહેનત કરી પણ તેના હાથમાં કંઈ આવ્યું નહીં. બુધવારે રાતે ATMની બહાર કોઈ સિક્યૉરિટી ગાર્ડ નહોતો એ જોઈને માસ્ક પહેરેલો એક ચોર ATMનું શટર તોડીને અંદર ઘૂસ્યો હતો. તેણે લોખંડના સળિયાથી મશીન પણ તોડ્યું હતું. વહેલી સવારે જ્યારે એ જગ્યાએ રહેતા કુંદન સહા નામના ભાઈએ ATMનું શટર તૂટેલું જોયું એટલે તરત પોલીસને જાણ કરી હતી. પોલીસે તપાસ કરી તો ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાના ફુટેજમાં જોવા મળ્યું હતું કે ચોરે ખાસ્સા કલાકો સુધી મશીન તોડીને કૅશબૉક્સ કાઢવાની કોશિશ કરી હતી, પણ બૉક્સ ન મળતાં નિરાશ થઈને જતો રહ્યો હતો. જોકે ફુટેજમાં તેનો ચહેરો સ્પષ્ટ દેખાતો હોવાથી પોલીસે ચોરને પકડી પાડ્યો હતો.


Whatsapp-channel Whatsapp-channel

14 November, 2026 12:50 PM IST | Bihar | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK