પોલીસે મહિલા શિખા સિંહ અને અન્ય એક આરોપીને ઝડપી લીધાં હતાં.
અજબગજબ
પ્રતીકાત્મક તસવીર
આ ઘટના મધ્ય પ્રદેશના સતના જિલ્લાની છે. એક ફાઇનૅન્સ કંપનીના મૅનેજરે મહિલા કર્મચારીને નોકરીમાંથી છૂટી કરી દીધી હતી. નોકરી છૂટી જતાં મહિલાને ગુસ્સો આવ્યો અને પતિ તથા સાથીદારે ભેગાં મળીને મૅનેજર આશિષ ગુપ્તાનું અપહરણ કર્યું હતું. મૅનેજર સીધીથી સતના આવ્યો ત્યારે સેમરિયા ચોક પરથી ધોળા દિવસે બાઇક પર તેને ઉઠાવી લીધો હતો. પછી બિરલા રોડ નજીકના બાયપાસ પાસેની એક રૂમમાં પૂરી દીધો હતો. ત્યાં ત્રણેયે મૅનેજર ગુપ્તાને બહુ માર માર્યો. એ પછી તેને છોડાવવા માટે તેના પરિવાર પાસે બે લાખ રૂપિયાની ખંડણી પણ માગી હતી. ગુપ્તાના પરિવારે પોલીસ-ફરિયાદ કરી હતી અને પોલીસે તપાસ શરૂ કરતાં જ ત્રણેય જણે મૅનેજરને છોડી મૂક્યો હતો, પરંતુ પોલીસે મહિલા શિખા સિંહ અને અન્ય એક આરોપીને ઝડપી લીધાં હતાં.