Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > ટેક્સસના અભયારણ્યમાં રહે છે દુનિયામાં સૌથી ઘરડો વાઘ

ટેક્સસના અભયારણ્યમાં રહે છે દુનિયામાં સૌથી ઘરડો વાઘ

01 August, 2021 11:32 AM IST | Texas
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૨૦૦૦ના વર્ષમાં લાવવામાં આવેલા બેન્ગૉલ ટાઇગરને ૨૬ વર્ષની ઉંમરે પહોંચવામાં લગભગ સવા મહિનો બાકી છે

બેન્ગૉલી

બેન્ગૉલી


ટેક્સસના ટાઇલર શહેરની ટાઇગર ક્રીક ઍનિમલ સૅન્ક્ચ્યુઅરીમાં રહેતો વાઘ દુનિયામાં સૌથી ઘરડો વાઘ ગણાય છે. ૨૦૦૦ના વર્ષમાં લાવવામાં આવેલા બેન્ગૉલ ટાઇગરને ૨૬ વર્ષની ઉંમરે પહોંચવામાં લગભગ સવા મહિનો બાકી છે. થોડા દિવસ પહેલાં ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સે ૨૫ વર્ષ ૩૧૯ દિવસની ઉંમરે હાલમાં હયાત સૌથી વૃદ્ધ વયના વાઘ તરીકે એની નોંધ કરી હતી. સામાન્ય રીતે વાઘ પાંજરામાં પૂરેલા હોય તો ૧૫થી ૨૦ વર્ષ અને જંગલમાં ખુલ્લા હોય તો ૧૨ વર્ષ જીવે છે. બેન્ગૉલી નામે ઓળખાતા વાઘને બચ્ચા નથી. એનું આરોગ્ય ખૂબ સારું હોવાનું એ અભયારણ્યના વેરિનરી ડૉક્ટરો કહે છે. ૩૧ ઑગસ્ટે બેન્ગૉલીનો ૨૬મો જન્મદિન ઊજવાશે. એ વખતે તેના વિક્રમનું સ્તર પણ ઊંચું જશે.


Whatsapp-channel Whatsapp-channel

01 August, 2021 11:32 AM IST | Texas | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK