ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

shot-button

હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > મૂનવૉકર બઝ એલ્ડ્રિને ૯૩મા જન્મદિવસે લગ્ન કર્યાં

મૂનવૉકર બઝ એલ્ડ્રિને ૯૩મા જન્મદિવસે લગ્ન કર્યાં

23 January, 2023 09:25 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

બઝ એલ્ડ્રિનની પોસ્ટને ૨૨,૦૦૦ કરતાં વધુ લાઇક્સ અને ૧૮ લાખ જેટલા વ્યુઝ મળ્યા છે

મૂનવૉકર બઝ એલ્ડ્રિને ૯૩મા જન્મદિવસે લગ્ન કર્યાં

મૂનવૉકર બઝ એલ્ડ્રિને ૯૩મા જન્મદિવસે લગ્ન કર્યાં

અપોલો 11 મિશન, જે ૧૯૬૯માં હાથ ધરાયું હતું એમાં ચંદ્ર પર પોતાનાં પગલાં મૂકનારા ત્રણ અમેરિકન અવકાશયાત્રીઓમાં સામેલ બઝ એલ્ડ્રિને ૯૩ વર્ષની વયે તેના લાંબા સમયના પ્રેમ સાથે લગ્ન કર્યાં હતાં. બઝ એલ્ડ્રિને ટ્વિટર પર એની માહિતી આપતાં કહ્યું હતું કે તેઓ લૉસ ઍન્જલસમાં એક નાનકડા સમારંભમાં લગ્નની ગાંઠે બંધાયા.

બઝ એલ્ડ્રિને જણાવ્યું હતું કે તેમના ૯૩મા જન્મદિવસે જ્યારે તેમને લિવિંગ લેજન્ડ્સ ઑફ એવિએશન દ્વારા સન્માનિત કરવામાં આવશે એ જ દિવસે તેમણે તેમના લાંબા સમયના પ્રેમ એન્કા ફૌર સાથે લગ્ન કરી લીધા.

બઝ એલ્ડ્રિનની પોસ્ટને ૨૨,૦૦૦ કરતાં વધુ લાઇક્સ અને ૧૮ લાખ જેટલા વ્યુઝ મળ્યા છે. ટ્વિટર યુઝર્સે બઝ એલ્ડ્રિનને જન્મદિવસની શુભેચ્છા આપવા સાથે જ લગ્નજીવનની શરૂઆત કરવા માટે પણ અભિનંદન આપ્યાં છે.


બઝ એલ્ડ્રિન અગાઉ ત્રણ વખત લગ્ન કરી છૂટાછેડા લઈ ચૂક્યા છે. અપોલો 11 મિશનના ત્રણ સભ્યોમાંથી તેઓ એકલા જ જીવિત છે. ચંદ્રની સપાટી પર પગ મૂકનાર પ્રથમ અવકાશયાત્રી નીલ આર્મસ્ટ્રૉન્ગ પછી ૧૯ મિનિટ બાદ મિસ્ટર એલ્ડ્રિને ચંદ્ર પર પગ મૂક્યો હતો.


23 January, 2023 09:25 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK