Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > ૭ દિવસથી ગાય ખેતરમાં ગોળ-ગોળ ઘૂમી રહી હતી; લોકો પૂજા કરવા લાગ્યા, પણ સમસ્યા જુદી છે

૭ દિવસથી ગાય ખેતરમાં ગોળ-ગોળ ઘૂમી રહી હતી; લોકો પૂજા કરવા લાગ્યા, પણ સમસ્યા જુદી છે

Published : 14 June, 2026 11:29 AM | IST | Uttar Pradesh
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઉત્તર પ્રદેશના શ્રાવસ્તી જિલ્લાના બસભરિયા ગામમાં એક ગાય લગભગ સાતેક દિવસથી ખેતરમાં સતત ગોળ-ગોળ ઘૂમી રહી હોવાથી ચર્ચાનો વિષય બની છે

વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ

અજબ ગજબ

વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ


ઉત્તર પ્રદેશના શ્રાવસ્તી જિલ્લાના બસભરિયા ગામમાં એક ગાય લગભગ સાતેક દિવસથી ખેતરમાં સતત ગોળ-ગોળ ઘૂમી રહી હોવાથી ચર્ચાનો વિષય બની છે. શરૂઆતમાં તો ખેડૂતને લાગ્યું કે અમસ્તી જ આમતેમ ફરતી હશે, પરંતુ એક આખો દિવસ તે રોકાયા વિના સતત ગોળ-ગોળ ઘૂમતી જ રહી. જ્યારે ગાયે ચારો ખાવા માટે પણ રોકાવાનું બંધ કરી દીધું ત્યારે ખેડૂતને ચિંતા થઈ. આસપાસના લોકોને વાત કરી તો લોકો એ ગાયને અતિ પવિત્ર માનીને એની પૂજા કરવા એકઠા થવા લાગ્યા. ખાધા-પીધા વિના સતત ગોળ-ગોળ ચક્કર લગાવવાને કારણે તેની હાલત નબળી પડી રહી હતી. એમ છતાં ગાય રોકાવાનું નામ નહોતી લેતી એટલે કોઈ ડાહ્યો માણસ પ્રાણીઓના ડૉક્ટરને બોલાવી લાવ્યો. ડૉક્ટરોના મતે આ ન્યુરોલૉજિકલ ડિસઑર્ડરનું લક્ષણ હોઈ શકે છે. ગાયની નર્વસ સિસ્ટમ શાંત પડે એ માટે ડૉક્ટરોએ એને પકડીને દવા અને ઇન્જેક્શન આપ્યાં હતાં. સારવાર દરમ્યાન ગાયની આંખમાંથી આંસુ સરી પડ્યાં હતાં, પરંતુ એ પછી પણ થોડી જ વારમાં તેનું ગોળ ચક્કર ચાલુ થઈ ગયું હતું.


Whatsapp-channel Whatsapp-channel

14 June, 2026 11:29 AM IST | Uttar Pradesh | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK