૧૫ વર્ષના કિશોરના શરીરમાંથી કોબ્રાનું ઝેર ઉતારવા માટે ૭૬ ઇન્જેક્શન્સ લગાવ્યાં હોવાના સમાચાર છે
કરણ નામનો આ છોકરો લાકડાં વીણવા ગયેલો ત્યારે અચાનક એક કોબ્રા તેની સામે આવ્યો અને કરડી ગયો
ઉત્તર પ્રદેશના કનોજની જિલ્લા સિવિલ હૉસ્પિટલમાં ડૉક્ટરોએ ૧૫ વર્ષના કિશોરના શરીરમાંથી કોબ્રાનું ઝેર ઉતારવા માટે ૭૬ ઇન્જેક્શન્સ લગાવ્યાં હોવાના સમાચાર છે. કરણ નામનો આ છોકરો લાકડાં વીણવા ગયેલો ત્યારે અચાનક એક કોબ્રા તેની સામે આવ્યો અને કરડી ગયો. પરિવારજનોને ખબર પડતાં જ તેમણે કોબ્રાને લાઠીથી મારી નાખ્યો. એ મરેલા સાપ સાથે પરિવારજનો કરણને હૉસ્પિટલ લઈને પહોંચ્યા હતા. અત્યંત ઝેરીલા સાપના ઝેરને ઉતારવા માટે ડૉક્ટરોએ બે કલાકમાં મલ્ટિપલ ઇન્જેક્શન્સ આપીને કિશોરનો જીવ બચાવ્યો હોવાનો દાવો કર્યો હતો.


