છત્તીસગઢના બલરામપુર જિલ્લાની એક સરકારી સ્કૂલના શિક્ષકનો વિડિયો વાઇરલ થઈ રહ્યો છે. માસ્ટરજી બાળકોને અંગ્રેજી શીખવે છે,
પાંચ વર્ષથી બાળકોને અંગ્રેજી શીખવતા ટીચરને 11નો સ્પેલિંગ નથી આવડતો
છત્તીસગઢના બલરામપુર જિલ્લાની એક સરકારી સ્કૂલના શિક્ષકનો વિડિયો વાઇરલ થઈ રહ્યો છે. માસ્ટરજી બાળકોને અંગ્રેજી શીખવે છે, પરંતુ એના બેસિક શબ્દોનો સ્પેલિંગ નથી આવડતો. આ સ્કૂલમાં જ્યારે અચાનક જ ઇન્સ્પેક્શન માટે નિરીક્ષકોની ટીમ પહોંચી હતી ત્યારે આ ઇંગ્લિશ ટીચર બાળકોને ભણાવી રહ્યા હતા. તેઓ પાંચ વર્ષથી આ વિષય વિદ્યાર્થીઓને ભણાવતા હતા, પરંતુ તેમના બ્લૅક બોર્ડ પર કંઈક વિચિત્ર જ સ્પેલિંગ લખેલા હતા. તેમણે ઇલેવન એટલે કે 11નો સ્પેલિંગ aivene અને નાઇન્ટીન એટલે કે 19નો સ્પેલિંગ ninithin લખ્યો હતો. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે આ સ્પેલિંગ સાચો છે? તો તેમણે જે કૉન્ફિડન્સથી હા પાડી એ જોઈને નિરીક્ષકો પણ હક્કાબક્કા રહી ગયા.


