તારાએ અત્યાર સુધી ૧૮ ટૅટૂ પાછળ ૮,૧૪,૪૬૦ રૂપિયા ખર્ચી નાખ્યા છે.
મડોના
ક્વીન ઑફ પૉપ કહેવાતી મડોના ૬૫ વર્ષની ઉંમરે પણ લાખો ચાહકોના દિલ પર રાજ કરી રહી છે. મડોનાની એક ચાહકે પોતાની ફેવરિટ આર્ટિસ્ટને અનોખી ટ્રિબ્યુટ આપીને વર્લ્ડ રેકૉર્ડ બનાવ્યો હતો. અમેરિકાના કૅન્સસમાં રહેતી તારા બેરી મડોનાની એટલી મોટી ફૅન છે કે તેણે પોતાના શરીર પર સિંગરનાં ૧૮ ટૅટૂ ચીતરાવ્યાં છે. તારાનું નામ ગિનેસ વર્લ્ડ રેકૉર્ડમાં કોઈ એક જ સંગીતકારનાં સૌથી વધુ ટૅટૂ કરાવનારી મહિલા તરીકે નોંધાઈ ગયું છે. આ રેકૉર્ડ પહેલાં બ્રિટનની નિક્કી પીટરસનના નામે હતો જેણે જાણીતા રૅપર એમિનેમનાં ૧૫ ટૅટૂ કરાવ્યાં હતાં.
એક ફૅન તરીકે તારા બેરીની ટૅટૂ-જર્ની ૨૦૧૬માં શરૂ થઈ હતી જ્યારે મડોના એક મ્યુઝિક વિડિયો માટે પોતાના નામના ટૅટૂ કરાવેલા ફૅન્સને શોધતી હતી. આ તક તો હાથમાંથી જતી રહી, પણ એ દરમ્યાન ૧૫ ટૅટૂઝના વર્લ્ડ રેકૉર્ડની વાત સાંભળીને તારાએ એ રેકૉર્ડ તોડવાનું નક્કી કર્યું. તારાએ અત્યાર સુધી ૧૮ ટૅટૂ પાછળ ૮,૧૪,૪૬૦ રૂપિયા ખર્ચી નાખ્યા છે. આ ટૅટૂઝ મડોનાની સમગ્ર કારકિર્દી દેખાડે છે, જેમાં એક ટૅટૂ મડોના અને બ્રિટની સ્પિયર્સની ફેમસ કિસનું પણ છે.


