અમેરિકામાં એક નવી સ્ટડીમાં જાણકારી મળી છે કે કૉર્ન, સનફ્લાવર, કૅનોલા અને ગ્રેપસીડ ઑઇલ ખાનારા લોકોમાં કોલન કૅન્સર (આંતરડાનું કૅન્સર) થવાના ચાન્સ વધી જાય છે.
કૉર્ન, ગ્રેપસીડ ઑઇલ
અમેરિકામાં એક નવી સ્ટડીમાં જાણકારી મળી છે કે કૉર્ન, સનફ્લાવર, કૅનોલા અને ગ્રેપસીડ ઑઇલ ખાનારા લોકોમાં કોલન કૅન્સર (આંતરડાનું કૅન્સર) થવાના ચાન્સ વધી જાય છે. એમાં પણ ખાસ કરીને યુવાનોમાં આ ખતરો સૌથી વધારે છે.
અમેરિકન સરકાર દ્વારા સમર્થિત આ સ્ટડીમાં ૩૦થી ૮૫ વર્ષના આશરે ૮૦થી વધારે કોલન કૅન્સરના દરદીઓના ટ્યુમરનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. આ દરદીઓ આ પ્રકારના તેલનો વપરાશ કરતા હતા. આવા તેલના વપરાશથી માણસના શરીરમાં સોજો વધી જાય છે જેનાથી કૅન્સરનો ખતરો વધે છે. આ ટ્યુમરમાં બાયોઍક્ટિવ લિપિડ્સની માત્રા વધારે જોવા મળી હતી જે આ તેલના પાચન વખતે ઉત્પન્ન થાય છે. આ લિપિડ્સ શરીરમાં સોજો વધારે છે અને કૅન્સર સામે લડવાની શરીરની ક્ષમતાને કમજોર કરે છે. આ સ્ટડી પ્રતિષ્ઠિત GUT મૅગેઝિનમાં પ્રકાશિત થઈ છે. સ્ટડીમાં જણાવવામાં આવ્યું છે કે ઓમેગા-3 ફૅટી ઍસિડયુક્ત તેલનો વપરાશ કરવામાં આવે, જેમાં ઑલિવ અને અવાકાડો તેલનો સમાવેશ છે. અમેરિકનો હાલમાં આ પ્રકારના તેલનો વપરાશ વધારે પ્રમાણમાં કરે છે અને એનાથી તેમના શરીરને નુકસાન થાય છે.

