નેટિઝન્સ ‘બ્લૉકઆઉટ 2024’ મૂવમેન્ટ હેઠળ આલિયા ભટ્ટ, ટેલર સ્વિફ્ટ જેવાં પબ્લિક ફિગરને બ્લૉક કરવા માંડ્યા છે
લાઇફ મસાલા
‘બ્લૉકઆઉટ 2024’
તાજેતરમાં ફૅશનની સૌથી મોટી મેટ ગાલા ઇવેન્ટ યોજાઈ એ પછી સેલિબ્રિટીઝના સોશ્યલ મીડિયા ફૉલોઅર્સ ઘટી રહ્યા છે. નેટિઝન્સ ‘બ્લૉકઆઉટ 2024’ મૂવમેન્ટ હેઠળ આલિયા ભટ્ટ, ટેલર સ્વિફ્ટ જેવાં પબ્લિક ફિગરને બ્લૉક કરવા માંડ્યા છે, કારણ કે તેઓ ઇઝરાયલ-હમાસ યુદ્ધના મામલે ચૂપ બેઠાં છે. લોકોમાં એ વાતનો આક્રોશ છે કે એક બાજુ ઇઝરાયલી દળોએ ગાઝાની રફાહ બૉર્ડર ક્રૉસિંગ પર કબજો કર્યો છે અને બીજી બાજુ સેલેબ્સ હાઈ-એન્ડ ફન્ડરેઝર માટે મેટ ગાલામાં હાજરી આપી રહ્યા છે. બ્લૉકઆઉટ, બ્લૉકઆઉટ 2024, સેલિબ્રિટી બ્લૉકઆઉટ જેવા હૅશ ટૅગ્સ સાથે આ કૅમ્પેનમાં વધુ ને વધુ લોકો જોડાઈ રહ્યા છે. તેઓ એ તમામ હાઈ-પ્રોફાઇલ લોકોને બ્લૉક કરી રહ્યા છે જેમણે હજી સુધી હમાસ સામે ઇઝરાયલના હુમલા વિશે કોઈ નિવેદન નથી આપ્યું.