ચુઆન્ડો પોતાની સ્ટાઇલ અને ફિટનેસને કારણે દુનિયાભરમાં પ્રખ્યાત છે
ચુઆન્ડો ટેન
ઍક્ટરો અને મૉડલો પોતાના લુક માટે બહુ સભાન હોય એ સ્વાભાવિક છે, પણ સિંગાપોરનો એક મૉડલ તેની ઉંમર કરતાં લગભગ અડધી વયનો દેખાય છે. ચુઆન્ડો ટેન નામના આ ભાઈની ઉંમર છે ૫૯ વર્ષ, પરંતુ તેમની બૉડી, ત્વચા અને ચહેરા પરની માસુમિયત જોઈને કોઈ કહી ન શકે કે આ ખરેખર ૫૯ વર્ષનો છે. ચુઆન્ડો પોતાની સ્ટાઇલ અને ફિટનેસને કારણે દુનિયાભરમાં પ્રખ્યાત છે અને વર્ષોથી તે એવો ને એવો જ લાગે છે. તેનું કહેવું છે કે જીવનમાં શિસ્ત અને ખાવાપીવાની સાફ આદતો અને સ્ટ્રેન્ગ્થ ટ્રેઇનિંગથી યંગ રહી શકાય છે. ઉંમર થવાની સાથે વ્યક્તિ ઘરડો અને બરડ દેખાવા લાગે છે, પણ ચુઆન્ડો ટેનનું કહેવું છે કે જો તમે ફિટનેસ જાળવી રાખી હોય તો સેલ્ફ રિસ્પેક્ટ વધુ મજબૂત થતું જાય છે. ૧૯૮૦થી ૧૯૯૦ના દાયકામાં એશિયન ફૅશનજગતમાં ચુઆન્ડો જાણીતો થયો હતો. જોકે એ પછી તેની ઉંમર વધવાને બદલે જાણે ઘટી રહી છે. બૉલીવુડમાં જે અનિલ કપૂર દિવસે-દિવસે યંગ થતો જાય છે એમ ચુઆન્ડોનું પણ જાણે રિવર્સ એજિંગ થઈ રહ્યું છે.


