અમેરિકાની મિશિગન યુનિવર્સિટીના એક નવા સ્ટડીમાં સ્વાદિષ્ટ ફાસ્ટ ફૂડ વિશે ચોંકાવનારાં તથ્યો જાહેર કરવામાં આવ્યાં છે. ફક્ત એક હૉટ ડૉગ ખાવાથી તમારા જીવનકાળમાંથી ૩૬ મિનિટ ઓછી થઈ શકે છે.
પ્રતીકાત્મક તસવીર
અમેરિકાની મિશિગન યુનિવર્સિટીના એક નવા સ્ટડીમાં સ્વાદિષ્ટ ફાસ્ટ ફૂડ વિશે ચોંકાવનારાં તથ્યો જાહેર કરવામાં આવ્યાં છે. ફક્ત એક હૉટ ડૉગ ખાવાથી તમારા જીવનકાળમાંથી ૩૬ મિનિટ ઓછી થઈ શકે છે. એક ગ્લાસ શુગરયુક્ત કોલા તમારું જીવન ૧૨ મિનિટ ઓછું કરી શકે છે. નાસ્તામાં ખવાતી સૅન્ડવિચ અને ઈંડાં આયુષ્યની ૧૩ મિનિટ ઘટાડી શકે છે, જ્યારે ચીઝબર્ગર ૯ મિનિટનું આયુષ્ય ઘટાડે છે. રિસર્ચરો ૫૮૦૦થી વધુ ખોરાકનું વિશ્લેષણ કર્યા પછી અને એ દરેકનાં પોષણમૂલ્ય અને રોગો સાથેના તેમના જોડાણને જોયા પછી આ નિષ્કર્ષ પર આવ્યા હતા. રિસર્ચરોનાં તારણો દર્શાવે છે કે અલ્ટ્રા-પ્રોસેસ્ડ ખોરાક અનુકૂળ અને સ્વાદિષ્ટ હોવા છતાં વધતી જતી સ્વાસ્થ્યની સમસ્યાઓ માટે જવાબદાર છે. આ અલ્ટ્રા-પ્રોસેસ્ડ ફૂડ્સ ફૅક્ટરીમાં બનાવેલા ખોરાક છે જેમાં રિફાઇન્ડ શુગર, બિનઆરોગ્યપ્રદ ફૅટ્સ, મીઠું, પ્રિઝર્વેટિવ્સ અને અન્ય કૃત્રિમ એડિટિવ્ઝ ઉમેર્યાં હોય છે જે લાંબા સમય સુધી રોજ ખવાય તો જીવલેણ બની જાય છે.


