વિડિયોની શરૂઆતમાં મહિલાને રોડ પરથી મળેલું દીપડાનું બચ્ચું જોવા મળે છે
તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા
રશિયન મહિલા હાઇવે પરથી પસાર થઈ રહી હતી ત્યારે રોડની સાઇડમાં ત્યજી દેવાયેલા બ્લૅક પૅન્થર (દીપડા)ના બચ્ચાને જોયું. તેને લાગ્યું કે એ બિલાડીનું બચ્ચું છે એટલે તે એને ઘરે લઈ આવી અને પ્રેમથી ઉછેર્યું. તાજેતરમાં તેણે દીપડો અને પાળેલા ડૉગ સાથેનો વિડિયો સોશ્યલ મીડિયા પર મૂક્યો છે. વિડિયોની શરૂઆતમાં મહિલાને રોડ પરથી મળેલું દીપડાનું બચ્ચું જોવા મળે છે, જેની તે સંભાળ લે છે. ધીમે-ધીમે એ મોટું થાય છે અને મોટા કદનો દીપડો જોવા મળે છે. સામાન્ય રીતે આપણે ત્યાં દીપડાને આ રીતે પાળેલા પ્રાણી તરીકે રાખી શકાય નહીં, પણ રશિયામાં અનુમતિ હશે એમ માની લઈએ. આપણે ત્યાં ઘણી વખત ખેડૂતો આવી ભૂલ કરતા હોય ત્યારે આવી ઘટના બને છે.


