રૂપિયાની જયમાલા લઈને જઈ રહેલા બાઇકરોને માથામાં વાગ્યું હતું. જ્યાં આ ઘટના બની હતી એ જગ્યા પર જઈને પોલીસે આરોપીઓની શોધ શરૂ કરી છે.
નોટોની માળા દુલ્હાને પહેરાવવા ભાડેથી લાવેલા, જયમાલા પત્યા પછી બદમાશો લૂંટી ગયા
રાજસ્થાનના અલવર જિલ્લાના ભિવાડી ગામમાં એક લગ્ન વખતે દુલ્હાને પહેરાવવા માટે અસલી નોટોની લાંબી જયમાલા લાવવામાં આવી હતી. ૫૦૦ રૂપિયાની ૨૯૦૦ નોટોથી ૧૪.૫૦ લાખ રૂપિયાની ચલણી નોટોથી લાંબીલચક જયમાલા બનાવવામાં આવી હતી. આ પ્રકારની જયમાલા હરિયાણા અને ઉત્તર પ્રદેશમાં બહુ ચલણી છે એટલે ખાસ આ લગ્ન માટે હરિયાણાથી ભાડા પર આ રોકડ રકમની માળા લાવવામાં આવી હતી. પહેલી જૂને આમિર નામના યુવકનાં લગ્ન હતાં અને એ માટે તેનો કોઈ સંબંધી ભાઈ ચલણી નોટોની આ માળા લઈને આવ્યો હતો. લગ્ન પૂરાં થયાં પછી આ નોટને સંકેલીને બાઇક પર હરિયાણા પાછી લઈ જવાઈ રહી હતી ત્યારે જ એક કારે બાઇકને ટક્કર મારી દીધી અને પછી હથિયાર બતાવીને બાઇકરો પાસેથી એ માળા છીનવી લીધી હતી. રૂપિયાની જયમાલા લઈને જઈ રહેલા બાઇકરોને માથામાં વાગ્યું હતું. જ્યાં આ ઘટના બની હતી એ જગ્યા પર જઈને પોલીસે આરોપીઓની શોધ શરૂ કરી છે.

