અચાનક થયેલા હુમલાથી પેલી મહિલા ગભરાઈ જાય છે.
વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ
ટ્રેનમાં બારી પાસે બેઠા હો ત્યારે બેફિકરાઈથી મોબાઇલ વાપરતા લોકોના હાથમાંથી કોઈ ગઠિયો મોબાઇલ ધાપી જાય એવા અનેક બનાવો બને છે. એમ છતાં રીલ બનાવવાના ચક્કરમાં કે પછી મોબાઇલમાં ઊંધું માથું ઘાલીને વ્યસ્ત થઈ જવાની આદતમાં આપણે આસપાસમાં કોઈ જોખમ છે એ વિસરી જતા હોઈએ છીએ. રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF)ના જવાનોએ સોશ્યલ મીડિયા પર એક વિડિયો પોસ્ટ કર્યો છે જેમાં બારી પાસે બેઠેલી મહિલાના હાથમાંથી એક પોલીસ મોબાઇલ છીનવી લે છે. અચાનક થયેલા હુમલાથી પેલી મહિલા ગભરાઈ જાય છે. એ જ વખતે પોલીસ પેલાં બહેનને હસીને સમજાવે છે કે બારીની બહાર મોબાઇલ કાઢવાનું કેટલું ખતરનાક છે. પોલીસ કહે છે કે આવું થાય ત્યારે ચોર ઝપટ મારીને મોબાઇલ લઈને ભાગી જાય છે એટલે તમારા કીમતી સામાનની રક્ષા જાતે કરો. પેલી બહેનને પણ સમજાઈ જાય છે એટલે તે પણ હસીને પોલીસની શિખામણને માની લે છે.


