ગિનેસ વર્લ્ડ રેકૉર્ડે એને વિશ્વના સૌથી ઊંચા આખલાનું પ્રમાણપત્ર આપ્યું છે.
રોમિયો નામનો આખલો
અમેરિકામાં રોમિયો નામનો આખલો એના નામ અને કદને લઈને લોકોના આકર્ષણનું કેન્દ્ર છે. રોમિયો ૬ વર્ષનો છે અને ૬ ફૂટ ૪.૫ ઇંચ ઊંચાઈ ધરાવે છે. ગિનેસ વર્લ્ડ રેકૉર્ડે એને વિશ્વના સૌથી ઊંચા આખલાનું પ્રમાણપત્ર આપ્યું છે. ઓરેગૉનમાં રહેતો રોમિયો કોઈ સેલિબ્રિટી જેવું સ્ટેટસ ધરાવે છે. રોમિયો ૧૦ દિવસનો હતો ત્યારે એને સ્લૉટરહાઉસ (કસાઈખાના)માં મોકલી દેવાયો હતો. જોકે પ્રાણીઓના હિત માટે કામ કરતી મિસ્ટી મૂર નામની સ્થાનિક મહિલાએ એને ઉગાર્યો હતો. મિસ્ટી કહે છે કે રોમિયો દરરોજ સરેરાશ ૪૫ કિલો ઘાસ અને ૭ કિલો દળેલું અનાજ ખાય છે અને આખું બાથટબ ભરેલું પાણી પી જાય છે. સફરજન અને કેળાં એના ફેવરિટ છે. મિસ્ટી એને હૅપી અને હેલ્ધી બૉય ગણાવે છે.

