આ વિડિયો વાઇરલ થતાં એક વ્યક્તિએ કમેન્ટ કરી હતી કે ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સે રોબોઝની આવૃત્તિ પણ રજૂ કરી દેવી જોઈએ.
વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ
મગજને કસવા માટે રુબિક્સ ક્યુબ બહુ રસપ્રદ અને ચૅલેન્જિંગ રમત છે. ઘણા લોકો આ રમતમાં એટલા પાવરધા હોય છે કે ફટાફટ એક મિનિટની અંદર જ પઝલ સૉલ્વ કરી નાખે છે. ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સ અનુસાર કોઈ માણસ દ્વારા ૩x૩x૩ ક્યુબ સૉલ્વ કરવાનો સૌથી ઝડપી સરેરાશ સમય ૪.૪૮ સેકન્ડનો છે, પરંતુ કોઈ રોબો કેટલી ઝડપથી આ પઝલ સૉલ્વ કરી શકે? જપાનની એક કંપનીના રોબોએ તાજેતરમાં આ કામ એક સેકન્ડથી પણ ઓછા સમયમાં પૂરું કરીને વર્લ્ડ રેકૉર્ડ બનાવ્યો હતો. મિત્સુબિશી ઇલેક્ટ્રિક કૉર્પોરેશનના કમ્પોનન્ટ પ્રોડક્શન એન્જિનિયરિંગ સેન્ટરે તૈયાર કરેલા આ રોબોટે ૦.૩૦૫ સેકન્ડમાં એટલે કે આંખના પલકારા કરતાં પણ ઓછા સમયમાં ક્યુબને ગોઠવી બતાવ્યો હતો. આ વિડિયો વાઇરલ થતાં એક વ્યક્તિએ કમેન્ટ કરી હતી કે ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સે રોબોઝની આવૃત્તિ પણ રજૂ કરી દેવી જોઈએ.


