Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > ઘરના દરવાજે ડોર-સ્ટૉપર તરીકે રખાતો આ પથ્થર તો નીકળ્યો ૯ કરોડ રૂપિયાનો

ઘરના દરવાજે ડોર-સ્ટૉપર તરીકે રખાતો આ પથ્થર તો નીકળ્યો ૯ કરોડ રૂપિયાનો

Published : 13 September, 2024 02:10 PM | Modified : 13 September, 2024 04:32 PM | IST | Bucharest
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

રોમાનિયાની એક વૃદ્ધ મહિલાએ અજાણતાં કરોડો રૂપિયાનો ખજાનો કબજે કર્યો અને વર્ષોથી તેનો ઉપયોગ સાદા ડોર-સ્ટોપર તરીકે કર્યો.

ઘરના દરવાજે ડોર-સ્ટૉપર તરીકે રખાતો આ પથ્થર તો નીકળ્યો ૯ કરોડ રૂપિયાનો

અજબગજબ

ઘરના દરવાજે ડોર-સ્ટૉપર તરીકે રખાતો આ પથ્થર તો નીકળ્યો ૯ કરોડ રૂપિયાનો


હીરાની પરખ ન હોય તો એ પથ્થર જ લાગે. આવું જ કંઈક રોમાનિયામાં રહેતી એક વૃદ્ધ મહિલા સાથે થયું. તેની પાસે કરોડો રૂપિયાનો ખજાનો હતો, પણ તેને એની ખરી કિંમત ખબર ન હોવાથી એ માત્ર ડોર-સ્ટૉપર પથ્થર તરીકે જ એને વાપરતી હતી. સાડાત્રણ કિલોનો આ પથ્થર અંબર નગેટ હતો. જ્યારે તેનું મૃત્યુ થયું એ પછી તેનાં સગાંવહાલાંઓએ ઘર ખાલી કરતી વખતે આ પથ્થર એક વિશેષજ્ઞને બતાવ્યો હતો. સ્થાનિક સંગ્રહાલયના ડિરેક્ટર ડૅનિયલ કોસ્ટાચેને તેમણે આ પથ્થર બતાવ્યો ત્યારે તેમને લાગ્યું કે આ તો કોઈ અલભ્ય નગેટ છે. તેમણે પથ્થરની ચકાસણી માટે પોલૅન્ડ મોકલ્યો, જ્યાં નિષ્ણાતોએ એને ૩.૮૫થી ૭ કરોડ વર્ષ જૂનો હોવાનું જણાવ્યું. બુઝુર્ગ મહિલાને રોમાનિયાના કોલ્ટી ગામ પાસેના નદીકિનારેથી આ પથ્થર મળ્યો હતો. મહિલાના મૃત્યુ પછી તેનાં સગાંવહાલાંઓએ આ અલભ્ય સ્ટોન ૯ કરોડ રૂપિયામાં વેચ્યો.


Whatsapp-channel Whatsapp-channel

13 September, 2024 04:32 PM IST | Bucharest | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK