આ બૉટલે હરાજીમાં વેચાયેલી તમામ વાઇનની બૉટલ કરતાં વધારે કમાઈને નવો રેકૉર્ડ કર્યો છે
Offbeat
મૅકૉલન 1926 વ્હિસ્કી
લંડનમાં એક હરાજીમાં ૨.૭ મિલ્યન ડૉલર (૨૨.૪૮ કરોડ રૂપિયા)માં વેચાયા બાદ ધ મૅકોલન 1926 બૉટલે વિશ્વની સૌથી મોંઘી બૉટલનો રેકૉર્ડ તોડ્યો હતો. શનિવારે સૉધબીઝ ઑક્શન હાઉસની હરાજીમાં ગયેલી આ સિંગલ માલ્ટ સ્કૉચ વ્હિસ્કી વિશ્વની સૌથી વધુ ડિમાન્ડવાળી બૉટલમાંની એક હોવાનું કહેવાય છે. આ દુર્લભ બૉટલથી જેટલાં નાણાં એકત્ર થવાની ધારણા હતી એનાથી વધારે (૨૨.૪૮ કરોડ રૂપિયા) રૂપિયા મેળવી તમામ અંદાજને વટાવી એ ગઈ છે. સૉધબીઝના હેડ જૉની ફોવલેએ ન્યુઝ એજન્સી એએફપીને જણાવ્યું હતું કે ‘આ બૉટલે હરાજીમાં વેચાયેલી તમામ વાઇનની બૉટલ કરતાં વધારે કમાઈને નવો રેકૉર્ડ કર્યો છે. અડામી 1926 એ અત્યાર સુધીની સૌથી જૂની મૅકૉલન વિન્ટેજ છે. એ પણ નોંધનીય છે કે આ પહેલી વાર નથી જ્યારે મૅકૉલન 1926 બૉટલની હરાજીમાં રેકૉર્ડબ્રેક રકમ મળી હોય. ૨૦૧૯માં મૅકૉલન 1926 બૉટલમાંથી એક ૧.૮૬ મિલ્યન ડૉલર (૧૫.૪૯ કરોડ રૂયિયા)માં બોલી બોલાય અને અત્યાર સુધીની સૌથી મોંઘી બૉટલ માટે એનો અગાઉનો રેકૉર્ડ હતો.