યુનાઇટેડ કિંગડમની ડૉ. સોનમ દાયાહે થોડા સમય પહેલાં ઇન્સ્ટાગ્રામ પર શૅર કરેલા પોતાના ડાન્સિંગ વિડિયોને લીધે ટીકાઓનો સામનો કરવો પડી રહ્યો છે
ડૉ. સોનમ દાયાહ
યુનાઇટેડ કિંગડમની ડૉ. સોનમ દાયાહે થોડા સમય પહેલાં ઇન્સ્ટાગ્રામ પર શૅર કરેલા પોતાના ડાન્સિંગ વિડિયોને લીધે ટીકાઓનો સામનો કરવો પડી રહ્યો છે. એક દીકરાનાં મમ્મી ડૉ. સોનમને આઠ મહિનાનો ગર્ભ છે અને એમાં ટ્વિન્સ દીકરીઓ ઊછરી રહી છે. આવી કન્ડિશનમાં તેને બૉલીવુડના ધમાલ સૉન્ગ ‘દિલ ડિન્ગ ડૉન્ગ ડિન્ગ ડોલે...’ ગીત પર મન મૂકીને નાચતી જોઈને લોકો સોશ્યલ મીડિયા પર સવાલ કરી રહ્યા છે કે આ મહિલાને તેનાં બાળકોની ચિંતા છે કે નહીં. જોકે જનરલ પ્રૅક્ટિશનર ડૉ. સોનમે ટીકાકારોને સંભળાવી દીધું છે કે હું પોતે એક ડૉક્ટર છું અને મને ખબર છે કે હું શું કરી રહી છું. ડૉ. સોનમને ડાન્સનો જબરો શોખ છે અને તે બૉલીવુડનાં ગીતો પરના પોતાના ડાન્સના વિડિયો પોસ્ટ કરતી રહે છે.

