Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > છત્તીસગઢનાં ગામોમાં હાલતાં-ચાલતાં કરન્ટ લાગતો હોવાથી લોકોએ લૉન્ગ બૂટ પહેરવાં પડે છે

છત્તીસગઢનાં ગામોમાં હાલતાં-ચાલતાં કરન્ટ લાગતો હોવાથી લોકોએ લૉન્ગ બૂટ પહેરવાં પડે છે

28 April, 2024 02:11 PM IST | Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ વીજલાઇનો પરથી ૪૦૦થી ૮૦૦ કિલોવૉલ્ટનો વીજપ્રવાહ પસાર થાય છે

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

અજબગજબ

પ્રતીકાત્મક ફાઇલ તસવીર


છત્તીસગઢના બિલાસપુરથી રતનપુર હાઇવે પાસેનાં ૮ ગામના લોકો વીજળીના ઝટકાથી ટેવાઈ ગયા છે. અહીં ખેતરમાં જતી વખતે લોકો લૉન્ગ બૂટ પહેરે છે અને ઘણી વાર ભેંસની પૂંછડી પકડે તો પણ વીજળીનો હળવો ઝટકો લાગે છે, કારણ એ છે કે આ ગામોમાં ઇલેક્ટ્રિક લાઇનના ૪૦થી વધારે ટાવર છે. આ વીજલાઇનો પરથી ૪૦૦થી ૮૦૦ કિલોવૉલ્ટનો વીજપ્રવાહ પસાર થાય છે જેને કારણે જમીન પર પણ વીજળીના હળવા ઝટકા અનુભવાય છે. વીજળી વિભાગનું કહેવું છે કે હાઈ વૉલ્ટેજ લાઇનની આસપાસની હવા આયોનાઇઝ હોય છે જેને કારણે કરન્ટ હવામાં જમ્પ કરી જાય છે. ટે​ક્નિકલ ભાષામાં એને ઑકિંગ કહે છે. આ સ્થિતિમાં હવા પણ વીજળીની વાહક બની જતી હોવાથી લોકોને કરન્ટનો અનુભવ થાય છે.


Whatsapp-channel Whatsapp-channel

28 April, 2024 02:11 PM IST | Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK